રાજકોટ / બ્લડ અને મગજના કેન્સર સામે જંગ જીતનાર બાળક સાથે વિરાટ કોહલીએ સેલ્ફી પડાવી

Virat Kohli holds a selfie with a kid who won the battle against blood and brain cancer

  • ખંઢેરી સ્ટેડિયમ ખાતે કોહલીએ ધોરણ 6માં ભણતા કૌશલ સાથે સેલ્ડી પડાવી
  • કૌશલને બ્લડ કેન્સરની સાથે મગજનું કેન્સર પણ ડિટેક્ટ થયું હતું
  • હાલ કૌશલને એક પણ જાતની બીમારી નથી તે કેન્સરથી મુક્ત છે

Divyabhaskar.com

Jan 17, 2020, 11:28 AM IST

રાજકોટ: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેય યોજાવાની છે. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓને નિહાળવા સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઊમટી પડ્યા હતા અને ખેલાડીઓ સાથે સેલ્ફી લેવા દોડાદોડી કરી હતી. ત્યારે ધોરણ 6માં ભણતા અને એક સાથે બે કેન્સર સામે જંગ જીતનાર કૌશલ સાથે ખુદ વિરાટ કોહલીએ સેલ્ફી પડાવી હતી.

બ્લડ કેન્સરની સારવાર ચાલી રહી હતી ત્યારે મગજનું કેન્સર ડિટેક્ટ થયું
કૌશલના પરિવારજનોએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે કૌશલ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે તેને બ્લડ કેન્સર ડિટેક્ટ થયું હતું. જ્યારે નવ વર્ષનો હતો ત્યારે તેને મગજનું કેન્સર ડિટેક્ટ થયું હતું. એક તરફથી પરિવાર જ્યારે કૌશલનું બ્લડ કેન્સર મટાડવા માટે તેની સારવાર કરી રહ્યો હતો તેજ સારવાર દરમિયાન કૌશલ ને મગજનુ કેન્સર પણ ડિટેક્ટ હતા પરિવારજનો પર અણધારી આફત આવી પડી હતી. પરિવારને માત્ર રાજકોટ ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાં પણ કૌશલ ને લઇ જઇ તેની સારવાર કરાવી હતી. આજે ઈશ્વરની કૃપા અને તબીબોની મહેનતના કારણે કૌશલને એક પણ જાતની બીમારી નથી આજે તે કેન્સરથી મુક્ત છે.

X
Virat Kohli holds a selfie with a kid who won the battle against blood and brain cancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી