ક્રિકેટ / ડે-નાઈટ ટેસ્ટ મેચ પહેલા વિરાટે પણ સ્વીકાર્યું, પિંક બોલથી રમવું પડકારરૂપ બનશે

Divyabhaskar.com

Nov 21, 2019, 01:49 PM IST

સ્પોર્ટ ડેસ્ક: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ મેચથી એક દિવસ અગાઉ કહ્યું છે કે પિંક બોલથી રમવું મુશ્કેલ હશે. તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમવી એક પડકારરૂપ બનશે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ શુક્રવારથી કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન મેદાન પર રમાશે. વિરાટે મેચ અગાઉ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ટેસ્ટ મેચનું પ્રથમ સત્ર થોડુ મુશ્કેલ હશે.

હવે એ જોવાનું રહેશે કે કેવી રીતે બોલીંગ થશે, બેટિંગ કેવી રીતે કરશું. કોહલીએ એમ પણ કહ્યું હતું કે એક વખત આ માટેની ટેવ પડી જશે એટલે ડે-નાઈટ ફોર્મેટમાં રમવું સામાન્ય બની શકે છે. કેપ્ટન કોહલીએ મેચની રોમાંચકતાની બાબતમાં પિંક બોલ ટેસ્ટની તુલના ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ મેચ બાદ પ્રથમ વખત જોવા મળે છે. વિરાટે કહ્યું હતું કે ટેસ્ટ મેચનું પ્રથમ સેશન થોડુ મુશ્કેલ રહેશે. આ સાથે એ જોવાનું રહેશે કે બોલિંગ, બેટિંગ કેવી રીતે શક્ય બનશે.


વધારે દર્શકો આવવાની શક્યતાઃ

વિરાટે એ વાત અંગે ખુશી દર્શાવી હતી કે કોલકાતા ટેસ્ટ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે પિંક બોલ ટેસ્ટને લઈ લોકો ઘણા ઉત્સાહિત છે. ભારત-પાકિસ્તાન મેચ સમયે હતું. જ્યારે મોટા મોટા ક્રિકેટર હતા અને તમામ આ મેચ અંગે જ વાત કરતા અને વિચારતા હતા.

ફિલ્ડિંગ છે સૌથી મુશ્કેલ કાર્ય

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે પિંક બોલથી ફિલિંગ કરવી પણ મુશ્કેલ છે. પિંક બોલ ખૂબ જ ઝડપથી ફિલ્ડરના હાથમાં લાગે છે. મે સ્લીપમાં જોયું છે કે તે ખૂબ જ ઝડપથી હાથને લાગે છે. લોકોને એ બાબતથી આશ્ચર્ય થશે કે આ બોલથી ફિલ્ડિંગ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી