તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પગાર પંચ:5મા પગારપંચના નિયમનો ભંગ કરી ઊંચા પગારે ફિક્સમાં ભરતી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકામાં સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકની ઓડિટ દરમિયાન ગૂંચ પકડાઈ

ભુજ નગરપાલિકામાં પાંચમું પગાર પંચ અમલમાં છે. પરંતુ, છઠ્ઠા પગાર પંચના નિયમ મુજબ ફિક્સ વેતનમાં કર્મચારીઓની ભરતી કરી છે. જે સ્થાનિક ભંડોળ હિસાબ નિરીક્ષકે ઓડિટ દરમિયાન પકડી પાડ્યું છે. વળી ચોથા વર્ગના કર્મચારીઓ આઉટસોર્સથી નિમવાનો નિયમ છે. પરંતુ, એ નિયમની ઉપરવટ ભરતી કરવામાં આવી છે. ઓડિટ રિમાર્કમાં જણાવાયું છે કે, ભુજ નગરપાલિકાએ ચોથા વર્ગના ફિક્સ વેતનના કર્મચારીઓને માસિક 16224 રૂપિયાના પગારે રાખ્યા છે. જે છઠ્ઠા પગાર પંચનો અમલ થતો હોય એજ નગરપાલિકા ચૂકવી શકે. ભુજ નગરપાલિકામાં પાંચમું પગાર પંચ અમલમાં છે, જેથી આટલા ઊંચા પગારે ફિક્સ વેતનમાં કોઈને નોકરીએ રાખી શકાય નહીં. જેની ખરાઈ કરવાની રહે છે. કેમ કે, જો પાંચ વર્ષ બાદ નિયમ મુજબ એવા કર્મચારીઓને પૂર્ણ વેતનમાં સમાવાશે તો પાંચમાં પગારમાં તેનો પગાર છઠ્ઠા પગારના ફિક્સ વેતનથી પણ ઓછો કરવાની નોબત આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો