વાવ / સરહદી ગામોમાં નર્મદા કેનાલના પાણી ન મળતાં કેનાલો કોરી કટ, ખેડૂતો રોષે ભરાયા

villagers protest over not giving water in narmada canal

  • આક્રોશ : દર વર્ષે રવિ સીઝનમાં આંદોલનો કરીએ ત્યારે પાણી મળે છે: ચોથારનેસડાના ખેડૂતો
  • વારંવાર આવેદનો, ઉપવાસ પર બેસવા, સામુહિક આત્મવિલોપનની ચીમકીઓ આપવા છતાં હજુ સુધી કેનાલો ખાલી

Divyabhaskar.com

Dec 12, 2019, 08:32 AM IST
વાવઃ વાવના સરહદી ગામડાઓમાં નર્મદા કેનાલના પૂરતા પાણી મળ્યા નથી. જેને લઇ ખેડૂતો હવે થાકી ગયા છે. વારંવાર આવેદનો, ઉપવાસ પર બેસવા, સામુહિક આત્મવિલોપનની ચીમકીઓ આપવા છતાં હજુ સુધી કેનાલોમાં પાણી મળતું નથી. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાવના સરહદી રાધાનેસડા, ચોથારનેસડા ગામના ખેડૂતોને નર્મદા કેનાલનું પૂરતું પાણી મળ્યું નથી. આજે પણ કેનાલ કોરી પડી છે. વાવના ચોથારનેસડા ગામના ખેડૂતો દ્વારા પાણી ન મળતા વાવ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વાવ તેમજ થરાદ નર્મદા કચેરીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા પણ પૂરતું પાણી મળ્યું નહિ. આજે પણ કેનાલ કોરી પડી છે. ખેડૂતો નિરાશ બની રોષ ઠાલવી રહ્યા છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘ચોથારનેસડાના ખેડૂતોને દર વર્ષે રવિ સીઝનમાં આંદોલનો કરીએ ત્યારે પાણી મળે છે. એક માસ વિતી ગયો પણ હજુ પાણી મળ્યું નથી. થરાદ ઉપવાસ પર બેઠા ત્યારે પાણી આપવાના ઠાલા આશ્વાસન આપ્યા હતા. ખેડૂતોએ ખેડ, ખાતર બિયારણ ખેતરોમાં વાવેતર કરી નાખ્યા છે. ખેડૂતો દેવાદાર બની ગયા છે. આવેદનપત્રો આપવા છતાં સરકાર કે નર્મદા વિભાગ દ્વારા પાણી અપાતું નથી.’
X
villagers protest over not giving water in narmada canal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી