તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ચોમાસુ વિતી જવા છતાં વિજલપોર રેલવે ગરનાળુ ન ખુલતા વાહન ચાલકોને હાલાકી

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસા બાદ ગરનાળું ખુલી જતું પરંતુ ચાલુ વર્ષે પાણીનો નિકાલ થયો નથી

ચોમાસુ વીતી ગયું છતાં વિજલપોર રેલવે ફાટક નજીકનું ગરનાળું હજુ ખુલતુ નથી. ગરનાળામભાં પાણી ભરાઇ રહેતા વાહનોની અવરજવર થઇ શકતી નથી.વિજલપોરમાં રેલવે ફાટકની નજીક દક્ષિણે રેલવવે ગરનાળું આવેલું છે. રેલવે ફાટક બંધ હોય ત્યારે રિક્ષા સહિતના નાના વાહનોની અવરજવર અહીંથી થઇ શકે છે. જોકે ચોમાસાની મોસમમાં મહત્તમ સમય તેમાં વરસાદી પાણી ભરાઇ રહેતા ગરનાળું બંધ જ રહે છે અને વાહનોની અવરજવર થઇ શકતી નથી. જોકે, આ બાબતે સ્થિતિ બદલાઇ છે.ચોમાસાની મોસમ પૂર્ણ થઇ શિયાળો બેસી ગયો છે છતાં આ રેલવે ગરનાળું ખુલતું નથી અને તેમાં ડ્રેનેજનું પાણી ભરાઇ રહે છે.

આ ગરનાળાની પૂર્વ બાજુએ રેલવે કોરીડોર સંલગ્ન કામ ચાલી રહ્યું છે અને ડ્રેનેજનું પાણી ડાયગર્ટ થતાં સ્થિતિ બગડી છે. ગરનાળામાં ડ્રેનેજનું પાણી ભરાઇ જ રહેતા વાહનોની અવરજવર માટે ખુલી શકતું નથી, જેને લઇને નજીકની રેલવે ફાટકે બંને બાજુ દિવસ દરમિયાન વાહનોની કતાર લાગી રહી છે. ગરનાળું ક્યારે ખુલશે તે અંગે જાણી શકાયું નથી.

ફ્લાયઓવરનું કામ શરૂ થવાની ચર્ચા: વિજલપોર રેલવે ફાટક વિસ્તારમાં ઘણા સમયથી ટ્રાફિકની ભારે સમસ્યા છે. આ સ્થિતિમાં કાયમી હલ હવે અહીં રેલવે ફ્લાય ઓવરનો જ છે. જે પશ્ચિમ બાજુએ અયોધ્યાનગરથી રેલવે ફાટક ઓળંગી પૂર્વ બાજુએ શિવાજી ચોક નજીકની વિજય કોલોની સુધી જનાર છે. આ ફ્લાય ઓવરનો કોન્ટ્રાકટ અપાઇ ગયો છે અને પશ્ચિમ બાજુએ આગામી દિવસોમાં કામ પણ શરૂ થનાર હોવાની ચર્ચા ચાલી રહી છે. કામ શરૂ થતા પશ્ચિમ બાજુએ માર્ગ અવરોધાવાની પણ શક્યતા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો