તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાહત:વિદ્યાદાન : સત્ય સાંઇ સેવા સમાજ દ્વારા કરાશે બીજી વખત ચોપડા વિતરણ

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણા શાસ્ત્રમાં વસ્ત્ર દાન,અન્નદાન અને વિદ્યાદાનનુ મહત્વ રહેલુ છે. ત્યારે ભાવનગર ખાતે આવેલી શ્રી સાઈ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે આ કપરા સમય મા રાહત દરે બીજી વખત ચોપડા વિતરણ નું આયોજન કરવાં મા આવેલ છે. સત્ય સાંઇ સેવા સમાજ દ્વારા ગત રવિવારના રોજ ચોપડા વિતરણ કરવામાં આવ્યુ હતુ પણ જરૂરીયાતમંદો અને વિદ્યાર્થીઓ માટે ફરી વખત તા.20-9ને રવિવારના રોજ સવારના 9 કલાકથી ચોપડા વિતરણ કરવામાં આવશે. એક વખત લાભ લઈ ચુંકેલા વાલી તથા વિધાર્થીએ અન્ય ને લાભ આપવો તા. 20/09 સવારે 9થી જ્યાં સુધી ચોપડા હશે ત્યાં સુધી સાઈ બાબા મંદિર,મેઘાણી સર્કલ,ભાવનગર ખાતેથી વિતરણ કરવામાં આવશે. સરકાર ના નિયમ મુજબ સર્વેએ સોશીયલ ડિસ્ટનસ તથાં માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો