વિદુર નીતિ / ઈમાનદારી અને મહેનતથી મળેલું ધન ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારે છે

vidur niti
X
vidur niti

divyabhaskar.com

May 28, 2019, 03:25 PM IST

ધર્મ ડેસ્ક: મહાભારતમાં ધૃતરાષ્ટ્ર અને વિદુરનો સંવાદ આવે છે. આ સંવાદમાં વિદૂર દ્વારા જણાવવામાં આવેલી વાતને વિદુર નીતિ કહેવામાં આવે છે. વિદુરની નીતિમાં બતાવવામાં આવેલી વાતને ધ્યાનમાં રાખવામાં આવે તો મુશ્કેલીમાંથી બચી શકાય છે.મહાભારતના ઉદયોગપર્વમાં 35માં અધ્યાયના 44 શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ ધન સાથે જોડાયેલી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भात् सम्प्रवर्धते।
दाक्ष्यात्तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठत्ति।।

ધન સાથે જોડાયેલી વિદુર નીતિ

આ શ્લોક મુજબ સારા કર્મથી સ્થાયી લક્ષ્મી આવે છે. પરિશ્રમ અને ઈમાનદારીથી કરવામાં આવેલા કર્મથી જે ધન મળે છે તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાય છે. ખોટા કામ કરનાર અમુક સમય માટે જ સુખને મેળવી શકે છે. પરંતુ તે વ્યક્તિ હંમેશા સુખી રહતી નથી. મહાભારતમાં દુર્યોધને કપટ કરીને ખોટી રીતે પાંડવોની ધન-સંપત્તિ છીનવી લીધી હતી. આ સંપત્તિ તેની પાસે ટકી નહીં. દુર્યોધન ધનની લાલચમાં અધર્મ કરતો રહ્યો અને તેના સમગ્ર વંશનો નાશ થઈ ગયો.
 

આપણે ધનનું યોગ્ય રીતે રોકાણ કરવું જોઈએ. સારા કાર્યમાં ધનને લગાવવામાં આવે તો તેનો લાભ મળે છે. જે લોકો ઝડપથી લાભ મેળવવા માટે ધનનું ખોટી જગ્યાએ રોકાણ કરે છે તો અંતે તે દુ:ખી થાય છે. મહાભારતમાં દુર્યોધને ધનનો ઉપયોગ પાંડવોને નષ્ટ કરવા માટે કર્યો, પરંતુ તે ધન તેને કંઈ કામ ન આવ્યું.
 

સુખી રહેવા માટે બુદ્ધિથી યોજના બનાવવી જોઈએ. ધનનો ખર્ચ કઈ જગ્યાએ કરવો છે અને કઈ જગ્યાએ કરવાનો નથી તેનું ધ્યાન રાખવું જોઈએ. આવક-જાવકમાં સંતુલન હોવું જોઈએ. 
 

ધન સંબંધી કામમાં ધીરજ રાખવી જોઈએ. આપણે હંમેશા સુખી રહેવા માગીએ છીએ તો માનસિક, સારીરિક અને વૈચારિક સંયમ જાળવવો જરૂરી છે. ધનનો દૂરોપયોગ ન કરવો જોઈએ. ખોટી આદતોથી બચવું જોઈએ. યુધિષ્ઠિર પોતાની ખોટી આદતના કારણે જુગારમાં બધુ હારી ગયા હતા. ખોટી આદતના કારણે પાંડવોએ હારનો સામનો કરવો પડ્યો હતો.
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી