સ્થળાંતરના 30 વર્ષ / વિધુ વિનોદ ચોપરાએ ‘શિકારા’નો બિહાઈન્ડ ધ સીન વીડિયો શૅર કરીને કાશ્મીરી પંડિતોનો આભાર માન્યો

vidhu vinod chopra shared his film shikara behind the video and thanked kashmiri pandit

Divyabhaskar.com

Jan 19, 2020, 04:31 PM IST

મુંબઈઃ 19 જાન્યુઆરી, 1990ના રોજ ચાર લાખથી વધુ કાશ્મીરી પંડિતો બેઘર થયા હતાં. 19 જાન્યુઆરી, 2020ના રોજ આ વાતને 30 વર્ષ પૂરા થયા છે. વિધુ વિનોદ ચોપરાએ કાશ્મીરી પંડિતોની આ વ્યથાને ફિલ્મ ‘શિકારા’માં બતાવી છે. વિધુએ રેફ્યૂજી કેમ્પમાં જઈને શૂટિંગ કર્યું હતું. વિધુ વિનોદે આ તમામનો આભાર માન્યો હતો અને એક વીડિયો શૅર કર્યો હતો. વિધુ વિનોદની આ ફિલ્મ સાત ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

અનુભવ શૅર કર્યો
વિધુએ શૂટિંગ દરમિયાનના કિસ્સા શૅર કરતાં કહ્યું હતું કે ફિલ્મના એક સીનમાં રેફ્યૂજી રજિસ્ટ્રેશન દરમિયાન એક મહિલા રડતી હતી. શોટ પૂરો થયા બાદ તેને રીટેક માટે કહેવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે બેવાર આ કરી ચૂકી છે. તેનાથી ત્રીજીવાર આ થશે નહીં. જ્યારે વિધુ વિનોદે કહ્યું હતું કે આ બીજો જ ટેક છે તો તે મહિલાએ કહ્યું હતું કે 30 વર્ષ પહેલાં પણ તે આ કરી ચૂકી હતી.

કેન્સર પીડિત પણ સામેલ હતાં
‘શિકારા’ના શૂટિંગમાં કેન્સર પીડિત કાશ્મીરી પંડિત બંસીલાલ પણ હતાં. જોકે, તેમણે કેન્સર હોવાની વાત કહી નહોતી. આજે તેઓ જીવિત નથી. શૂટિંગ દરમિયાન જ્યારે તેમને ભોજનનું પૂછવામાં આવે તો તેઓ એમ કહેતા કે તેમને ભૂખ નથી. સાચી વાત એ હતી તેઓ જમી શકતા નહોતાં. બીમાર હોવા છતાંય તેઓ કામ કરતા હતા. તેમની ઈચ્છા હતી કે ફિલ્મમાં કાશ્મીરી પંડિતોએ સહન કરેલી તમામ વાતો સામે આવે.

થોડાં દિવસ પહેલાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું

ફિલ્મમાં ન્યૂ કમર્સ સાદિયા તથા આદિલ ખાન છે. બંનેએ ફિલ્મમાં યંગ કપલ શાંતિ તથા શિવ ધરનો રોલ પ્લે કર્યો છે.

X
vidhu vinod chopra shared his film shikara behind the video and thanked kashmiri pandit

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી