ફિલ્મ રિવ્યૂ / ‘શિકારા’માં સ્થળાંતરની પૃષ્ઠભૂમિમાં આશા તથા પ્રેમનું મહાકાવ્ય રચવાનો પ્રયાસ

vidhu vinod chopra film Shikara film review

Divyabhaskar.com

Feb 07, 2020, 02:02 PM IST
ફિલ્મ રિવ્યૂઃ શિકારા
રેટિંગઃ 3.5/5
સ્ટાર-કાસ્ટઃ આદિલ ખાન, સાદિયા
ડિરેક્ટરઃ વિધુ વિનોદ ચોપરા
પ્રોડ્યૂસરઃ વિધુ વિનોદ ચોપરા
સંગીતઃ સંદેશ શાંડિલ્ય, અભય સોપોરી
જોનરઃ હિસ્ટ્રોરિકલ ડ્રામા

‘શિકારા’ મૂળ રીતે ચાર લાખ કાશ્મીરી પંડિતોના સ્થળાંતરની પૃષ્ઠભૂમિમાં આશા તથા મોહબ્બતની એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં સ્થળાંતરના કારણો પર વધુ વાત કરવામાં આવી નથી. જવાબદાર લોકોને સીધી રીતે ફિલ્મમાં કોઈ સવાલ કરવામાં આવ્યા નથી. ફિલ્મમાં એ વાતની ચર્ચા કરવામાં આવી નથી કે જો સમાજ તથા વ્યવસ્થાની રચના બહુમતી લોકોના હિતો તથા તેમની મરજી પ્રમાણે થવા લાગશે તો તેના પરિણામો કોને ભોગવવા પડશે? 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સાથે જે થયું, તે ત્યાંના બહુમતી લોકોના સ્વાર્થને ધ્યાનમાં રાખીને થયું હતું. આજે CAA અને NRCને લઈ જે રાજકારણ થઈ રહ્યું છે, તે પણ આજના બહુમતી સમાજના ‘હિતો’ની વાત કરીને તેના પર રમાઈ રહેલા રાજકારણનું પરિણામ છે.

ફિલ્મના રાઈટર તથા ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરા લઘુમતી તથા બહુમતીની ચર્ચામાં ગયા નથી. તેમણે બે કાશ્મીરી પંડિતોની લવસ્ટોરી દ્વારા પૂરા ડિસ્કોર્સ પર એક સંદેશો આપ્યો છે અને સ્ટેન્ડ લેવાનો પ્રયાસ કર્યો છે. સંદેશો એ વાતનો છે કે માણસાઈ એમાં જ છે કે ભૂલો અને માફ કરો. ભૂતકાળના જખ્મોને સાચવી રાખવાથી અને તેને આજે પણ યાદ કરવાથી માત્ર કડવાશ જ રહેશે. વિધુ વિનોદે સ્ટેન્ડ લેવાનો પ્રયાસ કર્યો છે કે આખરે એક સિસ્ટમ 30 વર્ષ સુધી લાખો લોકોના હક કેવી રીતે નથી અપાવતી?

ફિલ્મની વાર્તા 1987થી શરૂ થાય છે, ત્યારે કાશ્મીરમાં અમન અને શાંતિનો વાસ હતો. ત્યાં ક્રિકેટ પણ હતું અને ફિલ્મનું શૂટિંગ પણ થતું હતું. કોઈને કોઈનો ડર નહોતો. સ્વર્ગ જેવું કાશ્મીર હતું. અહીંયા શાંતિ તથા શિવકુમાર ધરની સુંદર લવસ્ટોરી જન્મે છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સ્વર્ગથી પણ સુંદર પોતાના ઘરોને લઈ કાશ્મીરી યુવકો ઘણાં જ પઝેસિવ છે. તે સમયે નવીન જુત્સી જેવા યુવાનો પણ હતાં, જે વિદેશમાં મોટા પગારની નોકરીને બદલે કાશ્મીરમાં રહેતા હોય છે. લતીફ લોન જેવા યુવકો છે, જેમની કાશ્મીરી પંડિતો સાથેની મિત્રતા એક મિસાલ છે. લતીફના પિતા શિવકુમાર ધરના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે. લતીફના હાથમાં ક્યારેય ધર્મને લઈ કોઈ બુક નહોતી. તે ક્રિકેટ રમતો હતો. તેને ક્રિકેટમાં કાશ્મીરનું નામ રોશન કરવું હોય છે. બધાનું જીવન આનંદથી પસાર થતું હોય છે. શાંતિ તથા શિવના લગ્નને લઈ બધા ખુશ હોય છે.

એક વર્ષ બાદ અચાનક જ કાશ્મીરની હવા બદલાઈ જાય છે. ત્યાંના બહુમતી લોકો કાશ્મીરી પંડિતોની વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે. પંડિતોને તેમની જમીન છોડી દેવા નારાબાજી કરે છે. પંડિતોને આ બધું કોઈનું ષડયંત્ર લાગે છે અને તેઓ એ વાત જ સ્વીકારી નથી શકતા કે આ બધું વ્યવસ્થિત રીતે તેમની વિરુદ્ધ કાવતરું કરવામાં આવ્યું છે. 19 જાન્યુઆરી, 1989ની રાત્રે પંડિતો પર હુમલાઓ થાય છે. નવીન જુત્સીને મારી નાખવામાં આવે છે. શાંતિ તથા શિવને પોતાનું ઘર છોડીને જમ્મુના રિફ્યૂજી કેમ્પમાં જવું પડે છે. તેઓ 2018 સુધી અહીંયા રહે છે. તે અમેરિકન રાષ્ટ્રપતિને અનેકવાર પત્ર લખે છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનને આપેલા હથિયારોને કારણે કાશ્મીરની આ હાલત થઈ છે. અમેરિકા તથા રશિયા વચ્ચે કોલ્ડ વોર થાય છે પરંતુ કાશ્મીરમાં ક્યારેય શાંતિ સ્થપાઈ નહીં. શિવ અને શાંતિની સફર રિફ્યૂજી કેમ્પમાં એ આશાએ આગળ વધે છે કે ક્યારેક તો તેઓ પોતાના ઘરે જઈ શકશે.

ફિલ્મની વાર્તા વિધુ વિનોદ ચોપરા તથા અભિજાત જોષી-રાહુલ પંડિતાએ સાથે મળીને લખી છે. આ ત્રણેયે શાંતિ તથા શિવના પાત્રોમાં સહેજ પણ કડવાશ આવવા દીધી નથી. કાશ્મીરી પંડિતોના વિરોધીઓની સામે માત્ર શિવ જ નથી પરંતુ તેનો નાનપણનો મિત્ર લતીફ પણ છે. રિફ્યૂજી કેમ્પમાં શાંતિ તથા અન્ય કાશ્મીરી પંડિતોની પરીક્ષા થાય છે, પરંતુ ત્રણેય રાઈટર્સે પંડિતોને આશાવાન બતાવ્યા છે.

ફિલ્મની વાર્તાને આ નેરેટિવ સાથે ફીલ કરવામાં આવે તો વિધુ વિનોદ ચોપરા ઘણાં હદ સુધી સફળ સાબિત થયા છે. તેમણે 1987 પહેલાંના કાશ્મીરની સુંદરતાને ઘણી જ સારી રીતે બતાવી છે. પંડિતોના સ્થળાંતર બાદ બરબાદ થઈ ગયેલું કાશ્મીર પણ અસરકારક રીતે રજૂ કર્યું છે. ફિલ્મમાં કલાકારોએ પણ સારું કામ કર્યું છે. શાંતિના રોલમાં સાદિયા, શિવ બનેલો આદિલ ખાન, લતીફના રોલમાં જૈન ખાન દુર્રાની તથા નવીન જુત્સીના રોલમાં પ્રિયાંશુ ચેટર્જી છે. શાંતિ તથા શિવને વારંવાર ચેતવણી આપનાર દૂધવાળો રહમાનાના રોલમાં ફરીદ આઝાદ પણ સારો લાગે છે. મેકઅપ, કોસ્ચ્યૂમ, બેકગ્રાઉન્ડ સ્કોરમાં ફિલ્મ સટીક છે. સંદેશ શાંડિલ્ય તથા અભય સોપોરીએ અરશાદ કામિલની સાથે મળીને કર્ણપ્રિય સંગીત આપ્યું છે. સ્ક્રીન પર કાશ્મીરની સુંદરતા અને ત્યાંની ઉજ્જડતા ઈમ્પ્રેસિવ છે. સ્થળાંતરના મુદ્દામાં લવસ્ટોરી હાવિ થઈ છે. આ પ્રકારની ફિલ્મમાં કેરેક્ટરને બિલ્ટ અપ કરવામાં સમય જોઈએ. આ રીતે ફિલ્મ થોડી ટૂંકી લાગે છે.

X
vidhu vinod chopra film Shikara film review

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી