અમદાવાદ / બાપુનગર પીઆઈને ધમકી આપનારા વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો

વિક્કી ત્રિવેદીની ફાઇલ તસવીર
વિક્કી ત્રિવેદીની ફાઇલ તસવીર

  • યુવા મોરચાના નેતાએ કહ્યું હતું, ‘અમારી સરકાર છે, બદલી કરાવી દઈશ’

Divyabhaskar.com

Oct 02, 2019, 12:33 AM IST

અમદાવાદ: બાપુનગરમાં ગઈ 29 સપ્ટેમ્બરે વિક્કી ત્રિવેદીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોતાની એસયુવી કારની ચોરી થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેનો મિત્ર દેવાંગ મિસ્ત્રી તેની કાર લઈ ગયો હતો જેને પાછો ફરતા મોડું થતાં તે ચોરી કરી ગયાની શંકા રાખી તેણે પોલીસને મેસેજ આપ્યો હતો. આ મામલે બાપુનગર પોલીસે વિક્કી ત્રિવેદી સામે પોલીસને ખોટો મેસેજ આપવાનો ગુનો દાખલ કર્યો હતો.
સાહેબ તમારા પીઆઈને હું મોઢાં પર કહું છું
દરમિયાન વિક્કીએ સોશિયલ મીડિયામા 53 સેકન્ડનો એક વીડિયો ફરતો કર્યો હતો, જેમાં ધમકી આપતા કહ્યું હતું કે, અમારી પાર્ટીની સરકાર છે, હું બાપુનગર પીઆઈની વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપુ છું. જો લોકોની ફરિયાદ નહીં લેવામાં આવે તો બાપુનગર પીઆઈ નહીં રહે તેને બદલવાની તાકાત વિક્કી ત્રિવેદી રાખે છે. વિક્કી વધુમાં વીડિયોમાં ધમકી આપે છે કે, એમ.કે વ્યાસ સાહેબ તમારા પીઆઈને હું મોઢાં પર કહું છું તમે 48 કલાકમાં સુધરી જજો. તમે તમારું કામ કરજો અધિકારી તરીકે સ્ટેટમેન્ટ લેવા હોય તમે લેજો મારી વિરુદ્ધ ફરિયાદ કરે તો પણ લખજો અને જે થાય એ કરી લેજો.

X
વિક્કી ત્રિવેદીની ફાઇલ તસવીરવિક્કી ત્રિવેદીની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી