ગુજરાત / ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામેની ઈલેક્શન પિટિશન પર ચુકાદો અનામત

ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.

  • હાઇકોર્ટમાં શુક્રવારે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ
  • 10મી સુધી પક્ષો લેખિતમાં રજૂઆત કરી શકશે

Divyabhaskar.com

Jan 25, 2020, 01:56 AM IST
અમદાવાદ: વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામેની ઇલેક્શન પિટિશન પર તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થતા ચુકાદો અનામત રખાયો છે. આગામી 10મી ફેબ્રુઆરી સુધી તમામ પક્ષો લેખિતમાં રજૂઆત કરી શકશે. કોગ્રેંસના અશ્વિન રાઠોડે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે કરેલી ઇલેક્શન પિટિશન પર શુક્રવારે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઇ હતી.
બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિનો આક્ષેપ
ભુપેન્દ્રસિંહ 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ કેસમાં બન્ને પક્ષે સાક્ષીઓની જુબાની લેવામાં આવ્યાં બાદ રિટર્નિગ ઓફિસર ધવલ જાનીની ટ્રાન્સફર કરવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.
X
ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી