કાર્યવાહી / HSRP વગરના વાહનો જપ્ત થશે, બે દિવસથી ચાલતી ઝુંબેશમાં 210 ટુ-વ્હીલર જપ્ત

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • માલિકે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગથી વાહન છોડાવવું પડશે
  • સપ્તાહમાં બે દિવસ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવશે
  • ચાર્જ લઈ જપ્ત કરાયેલા વાહનમાં HSRP ફીટ કરાશે

DivyaBhaskar.com

May 18, 2019, 04:32 PM IST

અમદાવાદ: જૂના અને નવા દરેક વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાના કાયદાનો પોલીસ ચૂસ્તપણે અમલ શરૂ કરી દીધો છે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘના હુક્મથી ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નંબર પ્લેટ વગર અને HSRP નંબર પ્લેટ નહીં ધરાવતા વાહનો સામે ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં 210 ટુ-વ્હીલર જપ્ત કરાયા હતા. અને તમામ વાહનો કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં મુકી દીધા હતા. હવે વાહનના માલિકે વાહન છોડાવવા કાયદેસરના દંડ ભરવો પડશે અને સાથે જ પાર્કિંગનો ચાર્જ પણ ચૂકવવો પડશે. બે દિવસની ડ્રાઈવમાં પોલીસે મીઠાખળીમાંથી 6, સોલામાંથી 12, એલિસબ્રિજમાંથી 10, કાગડાપીઠમાંથી 9, ગોમતીપુરમાંથી 26, કારંજમાંથી 6, ગાયકવાડ હવેલીમાંથી 14, ઓઢવમાંથી 27, દાણીલીમડામાંથી 17, અન્ય સ્થળોએથી 83 વાહન જપ્ત કર્યા છે.

HSRP વગર વાહન નહીં છોડાય: બન્ને તરફ નંબર પ્લેટ ન હોય તેવા ટુ વ્હીલરને જપ્ત કર્યા છે. કેમકે આવા વાહનો ગુનામાં વપરાતા હોવાનુ ઘ્યાને આવ્યુ છે. પહેલા અમે નંબર પ્લેટ વગરના વાહનોને સ્થળ દંડ લઈ જવા દેતા હતા. પરંતુ હવે એચએસઆરપી ન લગાડે ત્યાં સુધી વાહન છોડીશું નહીં. એ. કે સિંઘ, પોલીસ કમિશનર

જે તમે જાણવા માંગો છો

જપ્ત થયેલા વાહન છોડાવવા ક્યાં- કેટલાં વાગ્યે જવાનું રહેશે?
જપ્ત થયેલા વાહન કાંકરિયા કોર્પોરેશનના મલ્ટિલેવલ પાર્કિંગમાં રાખવામાં આ‌વશે. વાહન સવારે 9થી રાત્રે 9 વાગ્યા દરમિયાન છોડાવી શકાશે

વાહન છોડાવવા માટે કયા દસ્તાવેજો લઇને જવું પડશે?
આરસી બુક , આઇડી પ્રુફ અને લાઇસન્સ લઇને જવું પડશે. આરસી બુક ન હોય તો વાહન નહી મળે.

વાહનનું પીયુસી ન હોય તો કેટલો દંડ થશે?
નિયમ મુજબ રૂ. 50 નો દંડ ભરવાનો રહેશે.

આરસી બુક અને પીયુસી વાહનની ડીકી માં હોય તો શુ ફોટો કોપી, ઝેરોક્ષ કે મોબાઇલમાં પીડીએફ ચાલે?
દસ્તાવેજો ડીકીમાં હોય તો તે ડીકીમાંથી કાઢીને બતાવી શકાશે. મોબાઇલમાં પીડીએફ કે ઝેરોક્ષ ચાલશે નહી.

આ ડ્રાઈવ ક્યાં સુધી ચાલશે?
આ ડ્રાઇવ અઠવાડિયામાં બે વાર ચાલશે. રસ્તામાં ક્યાંય પણ નંબર વગરનું વાહન પકડાશે તો કાર્યવાહી કરશે.

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ ફુલ થઇ જાય તો શું?
જો પાર્કિંગ ફુલ થઇ જાય તો અન્ય વિસ્તારમાં રહેલા મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ કરવામાં આવશે.

વાહન છોડવવા નોટિસ લઇ જવી ફરજિયાત છે કે કેમ ?
ના. નોટિસ તો વાહન માલિકને પોલીસ તરફથી જાણ કરવા અપાય છે. વાહન છોડાવવા નોટિસ લાવવી જરૂરી નથી. પોલીસની 2 ટીમ વાહન માલિકના ઘરે જઈ નોટિસ આપશે.

વાહન છોડાવવા આટલો દંડ થશે
1. રૂ. 100 દંડ -નંબર પ્લેટ ન હોય અથવા RTOના નિયમ મુજબ ન હોય તો એમવી એક્ટ 177 મુજબ દંડ લેવાશે.
2. રૂ. 30 ચાર્જ - મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન મૂકવા બદલ દૈનિક પાર્કિંગ ચાર્જ.
3. રૂ. 50 - વાહનનું પીયીસુ ન હોય તો બીજો વધારાનો દંડ વસૂલવ કરાશે.
4. 140 - એચ એસ આરપી નંબર પ્લેટ લગાવવા માટે ચૂકવવાના રહેશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી