તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રી કર્ફ્યુ:શાકભાજી વિભાગમાં રાત્રે વાહનો જ સ્વીકારવામાં આવશે, માલ સવારે ઉતારાશે

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોને રોડ પર ઊભા નહીં રાખવા દેવાય

રાત્રી કર્ફ્યૂને હિસાબે શાકભાજીનો સ્ટોક ખૂટી ન જાય અને સમયમર્યાદામાં બધા વાહનો આવી જાય તે માટે વ્યવસ્થા ગોઠવવા રવિવારે બી ડિવિઝન પોલીસે માર્કેટ યાર્ડના સત્તાધીશો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, શાકભાજી વિભાગમાં રાત્રે વાહનો જ સ્વીકારવામાં આવશે. જ્યારે માલ સવારે ઉતારવામાં આવશે. આ ઉપરાંત બહારગામથી આવતા વાહનો અંદર જ રાખવામાં આવશે. બહાર રોડ પર ઊભા રાખવામાં આવશે નહીં.

શાકભાજી વિભાગના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે, સોમવારથી જે ખેડૂતો શાકભાજી લઈને આવશે તેઓને માસ્ક આપવામાં આવશે. હાલમાં ટમેટાં, બટેટા અને અન્ય શાકભાજી બહારગામથી આવે છે માટે આ બધા વાહનો જે તે પ્લેટફોર્મ પર જ રાત્રે રાખી દેવામાં આવશે અને સવારે 6 કલાક પછી બધા વાહનોમાંથી માલ ઉતારવામાં આવશે. જ્યારે યાર્ડની અંદર આવતી તમામ દુકાનો રાત્રે 9 કલાકે જ બંધ કરી દેવામાં આવશે. જ્યારે ઘાસચારા વિભાગમાં આ જ વ્યવસ્થા જાળવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો