રાજકોટ / સ્થાનિક અને રાજ્ય બહારની આવક થતાં યાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો, ટમેટા રૂપિયા 5ના કિલો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • કોબીજ રૂપિયા 3થી 5નું કિલો, શાકભાજી સસ્તા થતાં ગૃહિણીઓને રાહત 

Divyabhaskar.com

Jan 25, 2020, 12:52 AM IST

રાજકોટઃ શિયાળામાં શાકભાજી સસ્તા થતા સૌથી વધુ રાહત ગૃહિણીઓને થઇ છે. હાલ યાર્ડમાં સ્થાનિકની સાથે રાજ્ય બહારની આવકો પણ થતા યાર્ડમાં શાકભાજી વધી પડે છે. જે ટમેટાના ભાવ હજુ થોડા સમયે રૂ. 70 થી 80 થયા હતા હવે તે ટમેટા રૂ. 5 ના કિલો લેખે વેચાઈ રહ્યા છે. જ્યારે કોબિજ રૂ. 3 થી 5 ની કિલોમાં વેંચાઈ છે. યાર્ડના ઇન્સપેકટરના જણાવ્યા મુજબ શાકભાજીના ભાવ 50 ટકા કરતા પણ સાવ ઘટી ગયા છે. વટાણા, ગુવાર જેવા શાકભાજી જ માત્ર બીજા રાજ્યોમાંથી આવી રહ્યા છે. જ્યારે ટમેટા, કોથમરી,રીંગણા,ગાજર,કોબિજ,ફુલાવર વગેરેની આવક સ્થાનિક કક્ષાએથી થઇ રહી છે. મોટા પ્રમાણમાં શાકભાજીની આવક થતા યાર્ડમાં તેને સમાવવા માટેની જગ્યા પણ ટૂંકી પડી રહી છે.

યાર્ડમાં અને છૂટક બજારમાં આ ભાવે શાકભાજી વેંચાય છે

શાકભાજી યાર્ડ છૂટક બજાર
ટમેટા રૂ.5થી 10 રૂ.20થી 30
રિંગણા રૂ.5થી 8 રૂ.10થી 20
વટાણા રૂ.25થી 30 રૂ.30થી 40
કોબિજ રૂ.2થી 3 રૂ.10થી 20
ફુલાવર રૂ.5થી 10 રૂ.10થી 20
દુધી રૂ.4થી 8 કિલો રૂ.10ની એક નંગ
લીંબુ રૂ.10થી 20 રૂ.30થી 40 કિલો

લોકો સીધા યાર્ડે જ ખરીદી માટે પહોંચે છે
શાકભાજી સસ્તા થયા છે. જેને કારણે લોકો સીધા યાર્ડમાં જ શાકભાજી ખરીદવા માટે પહોંચી જાય છે. શાકભાજી સસ્તા થવાથી ઘરે અને મિત્ર મંડળો તેમજ વાડીએ તાવા, ઉંધિયા અને વરાળિયાના આયોજનો થાય છે.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી