તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પૂછપરછ:વાવાલનો SRPનો બરતરફ જવાન 3 કારતૂસ સાથે પકડાયો

ગાંધીનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશી પિસ્તોલ સાથે પકડાયેલા યુવકની પૂછપરછમાં નામ ખૂલ્યું હતું

સે-11માં કલેક્ટર કચેરીની પાછળ આવેલી ઝાડીઓમાંથી દેશી પિસ્તોલ સાથે પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં વાવોલમાં રહેતા અને એસઆરપીમાંથી બરતરફ થયેલા વિશાલસિંહ શંભુજી ગોલનું નામ ખુલ્યું હતું. તપાસ દરમિયાન એસઓજીએ વિશાલસિંહની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 10મી સપ્ટેમ્બરે એસઓજી પીઆઈ ડી. બી. વાળાના માર્ગદર્શનમાં ટીમે ઈસનપુર મોટા ગામના બિટ્ટુ મહેશભાઈ પટેલના એક્ટિવાની ડેકીમાંથી દેશી પિસ્તોલ મળી હતી.

પિસ્તોલ અંગે પૂછતાં તેણવાવોલના વિશાલસિંહ ગોલ સાથે ત્રણેક મહિના પહેલાં તે મગોડીના ધવલ અને રાહુલને મળ્યો હતો. આ બંને યુવકોએ તેમને દેશી પિસ્તોલ આપી હતી. એસઓજીએ પિસ્તોલ કબજે કરી ચારેય યુવકો વિરૂદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં પિસ્તોલ ધવલની હોવાનું સામે આવ્યું હતું. તેની પાસેથી પિસ્તોલ લાવનારા વિધાન બાદ હવે તેના સાથીની ધરપકડ કરવામા આવી હોવાનુ જાણવા મળે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો