વાસ્તુ / સુખમય જીવન પસાર કરવા માટે, રાશિ પ્રમાણે રોજિંદા જીવનમાં આ વાસ્તુ ટિપ્સ અપનાવો

Vastu tips for daily routine life according to zodiacs sign

Divyabhaskar.com

Jan 17, 2020, 02:34 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ જીવનભર સુખી રહેવા માટે અનેક લોકો વાસ્તુશાસ્ત્રની ટિપ્સ અપનાવતાં હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલી ટિપ્સ નેગેટિવ ઊર્જાને દૂર કરીને પોઝિટિવ ઊર્જાને વધારે છે. આવી જ થોડી ટિપ્સ વાસ્તુશાસ્ત્રી મયંક રાવલ જણાવી રહ્યા છે. આ ટિપ્સને રોજિંદા જીવનમાં અપનાવવાથી જીવન સુખમય પસાર થઇ શકે છે. આ લેખમાં જાણો રાશિ પ્રમાણે રોજિંદા જીવનમાં કઇ બાબતનું ધ્યાન રાખવું જોઇએ અને કઇ બાબતને અપનાવવી જોઇએ.

મેષઃ- સવારે વહેલા ઊઠીને સૂર્યને અર્ધ્ય આપો. ઈશાન ખૂણામાં બેસીને ઓમ નમ: શિવાયનો જાપ કરો.
વૃષભઃ- સમળાના વૃક્ષમાં દૂધ અર્પણ કરો. કામ કરતી વખતે પશ્ચિમ તરફ મુખ રાખીને બેસવું નહીં.
મિથુનઃ- પૂરતી ઊંઘ લો. સમય સાચવો. શિવલિંગ ઉપર અભિષેક કરશો તો સારું રહેશે.
કર્કઃ- પગમાં મોજા પહેરી રાખો. સવારે ગંઠોડા અને ગોળની રાબ પીવો. સવારના સૂર્ય પ્રકાશની ઊર્જા મેળવો.
સિંહઃ- સંયમ જરૂરી છે. સવારે વહેલા જાગવું. સૂર્યને અર્ધ્ય આપો. ઈશાન ખૂણામાં તુલસી વાવો.
કન્યાઃ- દર ગુરુવારે પીળી વસ્તુનું દાન કરો. ઘરના મુખ્ય દ્વારે આસોપાલવનું તોરણ લગાવો.
તુલાઃ- ઘરમાં કપૂરનો ધૂપ કરો. ગાયત્રી મંત્ર કરો.
વૃશ્ચિકઃ- સત્યનું પાલન કરો. ખર્ચ ઉપર કાબુ રાખો. પીપળાના વૃક્ષને જળ ચડાવો.
ધનઃ- ખોટી ચર્ચામાં ઉતરવું નહીં. ગુરુવારે દત્તબાવની વાંચો. પીળી રાંધેલી વસ્તુનું દાન કરો.
મકરઃ- અન્યને મહત્ત્વ આપો. સવારે ગોળનું પાણી પીવો. ઉત્તરમુખી કાર્ય કરો.
કુંભઃ- નિરાશ થાવ નહીં. કાર્યરત રહો. ચાલવાનું રાખો. સવારે નવશેકું પાણી પીવો. ઈશાન ખૂણામાં શિવપૂજા કરો.
મીનઃ- આળસ છોડો. કસરત કરો. પૂર્વ તરફ મુખ રાખીને લક્ષ્મીજીનો કોરા કંકુથી અભિષેક કરો.

X
Vastu tips for daily routine life according to zodiacs sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી