વાસ્તુ / સોફેસ્ટિકેશન જો તાણ આપે તો વ્યક્તિ પોતાના અહંકારને પોષવા લડતી જોવા મળે

Vastu Shastra: Vastu Tips for Sophistication, person is seen fighting to nourish his ego

  • બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિની પ્રકૃતિ વિદ્રોહી બની જાય છે 
  • રજૂઆતની શૈલી નકારાત્મક હોવાના કારણે તેમના માટે ઘણી ગેરસમજ ઊભી થતી હોય તેવું બને છે

Divyabhaskar.com

Aug 10, 2019, 11:12 AM IST

ધર્મ ડેસ્ક (મયંક રાવલ). શું તમે ક્યારેય બળબળતા તાપમાં કોટ અને ટાઈ પહેરવાનો વિરોધ કર્યો છે? શું તમે ક્યારેય વધારે પડતા નીતિ-નિયામોની તાણ અનુભવી છે? સોફેસ્ટિકેશન જો તાણ આપતું હોય તો તે શું કામનું? જ્યાં સુધી આપણા વ્યવહારથી અન્યને તકલીફ નથી પડતી ત્યાં સુધી કોઈ વાંધો ન હોઈ શકે, પણ લોકોને દેખાડવા કે અન્ય લોકો કરે છે તેથી તે જ સાચું છે તેવી માન્યતામાં જીવવાથી ખુદને તકલીફ ચોક્કસ પડે છે.

ઇશાન હકારાત્મક હોય તો વ્યક્તિ પોતે હકારાત્મક વિચારધારા ધરાવતી હોય પણ જો ઇશાન નકારાત્મક હોય તો વ્યક્તિને સાચી રજૂઆત કરવામાં અન્ય પ્રકારના અભિગમની ઈચ્છા થાય. જો પૂર્વનો અક્ષ હકારાત્મક હોય અને પશ્ચિમનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિની અભિવ્યક્તિ આક્રમક હોય તેવું બને. અમુક વ્યક્તિઓ સાચી હોય, તેમની રજૂઆત પણ સાચી હોય પરંતુ તેમની રજૂઆતની શૈલી નકારાત્મક હોવાના કારણે તેમના માટે ઘણી ગેરસમજ ઊભી થતી હોય તેવું બને છે. એમાં પણ જો નૈઋત્યમાં જમીનની અંદર પાણી આવતું હોય કે પ્રોજેક્શન હોય તો વ્યક્તિનો અભિગમ તેને પોતાને જ નુકસાન પહોંચાડી શકે તેવું બને.

મધ્ય ગુજરાતમાં એક ભાઈ કોઈને પણ તકલીફ હોય તો મદદ કરવા દોડી જતા. જો વિરોધ થાય તો અડીખમ ટકી રહેતા. અંતે સત્યનો સાથ આપીને જ રહેતા. સમાજમાં તેમનું માનપાનભર્યુ સ્થાન હતું. તેઓ જ્યાં રહેતા હતા ત્યાં ઈશાનના સાચા પદમાં મુખ્ય દ્વાર હતું. ઉત્તરી ઈશાનમાં લિવિંગ રૂમ હતો. ઈશાનમાં ફોયર હતી. ઉત્તર અને પૂર્વમાં માર્જિન પણ સારા હતા. ઉત્તર તરફથી રોડ જતો હતો. અન્ય વ્યવસ્થા પણ મોટા ભાગે વાસ્તુ આધારિત હતી. એમને અન્ય જગ્યાએ જવાનું થયું. અન્યને મદદ કરવાનો સ્વભાવ તો એનો એજ રહ્યો.પણ જગ્યા બદલાઈ. તેઓ જ્યાં રહેતા ત્યાં વાયવ્યનું દ્વાર હતું. ઘરમાં નૈઋત્યમાં ખાંચો હતો અને ઈશાનનો ભાગ ઉત્તર તરફથી અંદર હતો. એક નારીનું અપમાન થયું અને એ ભાઈએ વિરોધ કર્યો.

સોસાયટીનું બંધારણ પણ નકારાત્મક હતું. તેથી 'અન્ય લોકો શું વિચારશે?'ના ભય તળે જીવતા હતા. પેલા બહેનને પોતાનો પક્ષ કોઈ લે છે તે વાત ગમી પણ જો વિરોધ કરું અને લોકોને ન ગમે તો અળખામણા થઇ જવાય તે બીકે તેમણે પેલા ભાઈને 'અપમાન મારું થયું છેને? એમાં તમારે શું છે?' કહીને રોકી લીધા. સતત આવા અનુભવોથી પેલા ભાઈને પણ તકલીફ થવા લાગી અને અંતે હૃદયની સમસ્યા ઉદ્ભવી.

ઇશાન દિશા હૃદય સાથે જોડાયેલી છે. આમ એક બાજુ બાહ્ય અસ્વીકૃતિ અને બીજી બાજુ તબિયતની સમસ્યા. જે વ્યક્તિ પાંચમાં પૂછાતી તે હવે રૂંધાતી હતી. જ્યારે બ્રહ્મમાંથી પસાર થતા બે ત્રાંસા અક્ષ નકારાત્મક હોય ત્યારે વ્યક્તિની પ્રકૃતિ વિદ્રોહી બની જાય છે. નાની નાની વાતમાં તે પોતાનો ઝંડો ઊંચો કરીને ઊભા થઇ જાય તેવું બને. જેના કારણે તેઓ સાચી વાત માટે લડતા હોય છતાં તેને સ્વીકૃતિ નથી મળતી. એમાં જો અન્ય એક અક્ષ નકારાત્મક હોય તો તેઓ પોતાના વિચારો માટે લડવાના બદલે પોતાના સ્વાર્થ માટે લડતા હોય તેવું પણ ક્યારેક જોવા મળે.

જો પૂર્વી ઈશાનનો દોષ હોય તો વ્યક્તિ પોતાના અહંકારને પોષવા લડતી જોવા મળે. સૃષ્ટિ સાથેના અનુકૂલન માટે અવાજ ઉઠાવવો કે તેને લગતા નિર્ણયો લેવા તે સારી જ બાબત છે. માત્ર તેની યોગ્ય અભિવ્યક્તિ જરૂરી છે.

X
Vastu Shastra: Vastu Tips for Sophistication, person is seen fighting to nourish his ego

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી