વાસ્તુ / અન્ય વ્યક્તિની પેન, રુમાલ અને ઘડિયાળનો ઉપયોગ કરવાથી આર્થિક નુકસાન થાય છે

Vastu Shastra Vastu Tips for home why we should not use other's handkerchief and pen

Divyabhaskar.com

Jul 20, 2019, 12:26 PM IST

ધર્મ ડેસ્ક. હંમેશા વડીલો કહેતા આવ્યા છે કે બીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. ખાસ કરીને કોઈની પેન, રુમાલ અને બેડ (પથારી) જેવી વસ્તુનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. માન્યતા છે કે, બીજાની ઉપયોગ કરવામાં આવેલી વસ્તુ આપણાં માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હકીકતમાં આ એક અંધવિશ્વાસ છે. બીજાની વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ તેને લઈને જેટલાં પણ નિયમ છે તે બધા આર્થિક નુકસાન સાથે જોડાયેલા છે. વાસ્તવમાં આ યોગ્ય છે કે બીજાની પેન, રુમાલનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તેની પાછળ અંધશ્રધ્ધાનું કોઈ કારણ નથી માત્ર લોકોની માન્યતા છે.

તેની પાછળ ઉર્ઝા, હેલ્થ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક માન્યતા છે. વાસ્તુમાં માન્યતા છે તે જ્યારે આપણે કોઈની ઉપયોગ કરવામાં આવેલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો તેનાથી મનુષ્યની સકારાત્મક અને નકારત્મક ઉર્જા તે વસ્તુ દ્વારા આપણા સુધી પહોંચે છે જે આપણી આભાને ખરાબ કરી શકે છે. રુમાલ અને બેડ(પથારી) જેવી વસ્તુ હાઈજિનના કારણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, તેના કારણે એક બીજાને બીમારી થાય છે. નકારાત્મક ઉર્જાના કારણે આપણા વ્યક્તિત્તવ પર ખરાબ અસર પડે છે. એટલાં માટે કોઈ પણ પાસેથી વસ્તુ ન માંગવી જોઈએ.

વાસ્તુમાં આ પાંચ વસ્તુનાં ઉપયોગ પર નિષેધ છે

  • પેન- કેટલીક વખત આપણે કામ માટે બીજાની પેન લઈએ છીએ પરંતુ કામ પૂરું થયા બાદ પરત આપવાનું ભૂલી જઈએ છીએ.
  • બેડ (પથારી)- વાસ્તુમાં કોઈ અન્ય વ્યક્તિનાં બેડ અથવા પંલગ પર સૂવાને વાસ્તુ દોષ માનવામાં આવે છે.
  • રુમાલ- બીજા પાસેથી રૂમાલ માંગીને ઉપયોગ કરવો શુભ નથી માનવામાં આવતું. માન્યતા છે કે આવું કરવાથી એકબીજાના સંબંધો વચ્ચે તિરાડ પડી શકે છે.
  • વસ્ત્ર- બીજાના કપડાં પહેરવાથી પણ તમને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એટલાં માટે બીજાના કપડા માંગીને ન પહેરવા જોઈએ.
  • ઘડીયાળ- હાથમાં પહેરેલી ઘડિયાળ પણ મનુષ્ય પર સારી અને ખરાબ એનર્જિનો પ્રભાવ પાડે છે.
X
Vastu Shastra Vastu Tips for home why we should not use other's handkerchief and pen

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી