પર્વ / 30 જાન્યુઆરીએ વસંત પંચમી, દેવી સરસ્વતી સાથે હંમેશાં તેમની પ્રિય વીણા રાખવી જોઇએ

Vasant Panchami on January 30, Worship Goddess saraswati On this auspicious day

  • બુદ્ધિ સંબંધી કાર્યોમાં સફળતા માટે વસંત પંચમીએ પૂજા રાખવી જોઇએ

Divyabhaskar.com

Jan 28, 2020, 12:53 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 30 જાન્યુઆરીએ વસંત પંચમી છે. વસંત પંચમીએ વિદ્યાની દેવી માતા સરસ્વતીનો પ્રકટ ઉત્સવ ઉજવવામાં આવે છે. દેવી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ દિવસે માતા સરસ્વતી સાથે જોડાયેલી વસ્તુઓ પૂજામાં રાખવામાં આવે છે.

દેવી સરસ્વતીની મૂર્તિઃ-
વસંત પંચમીએ દેવી સરસ્વતીની મૂર્તિ કે તસવીરની વિશેષ પૂજા કરો. આ દિવસે માતાની મૂર્તિ ખરીદવું ખૂબ જ શુભ મનાય છે. સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે. તેમની મૂર્તિ ઘરમાં રાખવી અને રોજ પૂજા કરવાથી જીવનમાં સફળતા અને ઉન્નતિ મળે છે. વિચારોમાં પોઝિટિવિટી વધે છે.

વીણાઃ-
વીણા દેવી સરસ્વતીની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. વીણા ઘરમાં રાખવાથી સુખ-શાંતિનું વાતાવરણ જળવાયેલું રહે છે. વીણાની પોઝિટિવ ઊર્જાથી ઘરના અનેક વાસ્તુદોષ પણ દૂર થાય છે.

હંસની તસવીર અથવા શો-પીસઃ-
હંસ દેવી સરસ્વતીનું વાહન છે, આ કારણે તેને પૂજનીય માનવામાં આવે છે. દેવી પૂજામાં હંસની તસવીર પણ રાખી શકો છો. પૂજા બાદ હંસની તસવીર અથવા શો-પીસ ઘરમાં એવી જગ્યાએ રાખો, જ્યાં દરેક સભ્યની નજર તેમના ઉપર પડે.

મોરપાંખઃ-
મોરપાંખ અનેક દેવી-દેવતાઓને ચઢાવવામાં આવે છે. મોરપાંખને ઘરના મંદિરમાં અને બાળકોના રૂમમાં રાખવું જોઇએ.

કમળનું ફૂલઃ-
પૂજામાં અન્ય ફૂલો સાથે જ કમળના ફૂલ રાખો. કમળનું ફૂલ મંદિરમાં રાખવાથી ઘરમાં શાંતિ જળવાય રહે છે. દેવી સરસ્વતી સફેદ કમળ ઉપર વિરાજમાન રહે છે. એટલાં માટે માતાને સફેદ કમળ વિશેષ રૂપથી અર્પણ કરવું.

દેવી માતાની પૂજા આ રીતે કરોઃ-
વસંત પંચમીએ સ્નાન બાદ માતા સરસ્વતીની મૂર્તિને સફેદ ફૂલ અને ચોખા ચઢાવો. સફેદ મીઠાઈનો ભોગ ધરાવીને ધૂપ-દીપ પ્રગટાવો. આરતી કરો. આ મંત્રનો જાપ કરો-

ૐ મહાવિદ્યાયૈ નમઃ, ૐ વાગ્દેવ્યૈ નમઃ, ૐ જ્ઞાનમુદ્રાયૈ નમઃ

મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. જાપ બાદ દેવીની આરતી કરો. દેવી માતાને ધરાવેલો ભોગ અન્ય ભક્તોમાં વહેંચો.

X
Vasant Panchami on January 30, Worship Goddess saraswati On this auspicious day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી