વસંત પંચમી / 24 ફેબ્રુઆરીથી વસંત ઋતુ શરૂ થશે, છેલ્લાં 1000 વર્ષમાં વસંત ઋતુ ક્યારેય વસંત પંચમીથી શરૂ થઇ નથી

Vasant Panchami 2020 Saraswati Puja Vidhi, Vasant Panchami Saraswati Puja Significance History

  • આ વસંત પંચમીએ 6 રાજયોગ અને 7 શુભ યોગ બની રહ્યા છે
  • પંચાંગ ભેદના કારણે 29 અને 30 જાન્યુઆરી બંને દિવસે તહેવાર ઉજવાશે
  • ખરીદી અને લગ્ન વગેરે શુભ કાર્યો માટે અબૂઝ મુહૂર્ત

વિનય ભટ્ટ

વિનય ભટ્ટ

Jan 29, 2020, 09:10 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 29 અને 30 જાન્યુઆરીએ સરસ્વતી પૂજા એટલે વસંત પંચમીનો તહેવાર છે. આ પાંચમથી વસંત ઋતુની શરૂઆત માનવામાં આવે છે પરંતુ છેલ્લાં 1000 વર્ષમાં ક્યારેય વસંત પંચમીથી વસંત ઋઃતુની શરૂઆત થઇ નથી. આ વખતે પણ વસંત પંચમી 30 જાન્યુઆરી(પંચાંગ ભેદના કારણે કોઇ સ્થાને 29 જાન્યુઆરી)એ ઉજવાશે, પરંતુ વસંત ઋતુની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થશે. આ વખતે સરસ્વતી પૂજાનો ઉત્સવ ખૂબ જ ખાસ છે. જ્યોતિષ દ્રષ્ટિએ જોવામાં આવે તો પંચમી તિથિએ 6 રાજયોગ સહિત 7 શુભ યોગ બની રહ્યા છે. જે ખરીદી, માંગલિક કાર્યો, વેપાર અને વિદ્યાની શરૂઆત સહિત બધા જ શુભ કાર્યો માટે ખૂબ જ સારો સંયોગ છે. સનાતન પરંપરામાં પ્રમાણે, વસંત પંચમીએ જે બાળકો પહેલીવાર સ્કૂલે જવાના હોય છે તેમનો વિદ્યારંભ સંસ્કાર કરાવવામાં આવે છે.

ઋતુ: વસંત પંચમી 30 જાન્યુઆરીએ, પરંતુ વસંત ઋતુની શરૂઆત 18 ફેબ્રુઆરીથી થશેઃ-
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે પ્રાચીન કાળથી જ જ્યારે સૂર્ય મીન અથવા મેષ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે વસંત ઋતુ ઉજવવામાં આવે છે. પરંતુ વર્તમાન કેલેન્ડર પ્રમાણે, તેની તારીખ 24 ફેબ્રુઆરી હોય છે. છેલ્લાં 1000 વર્ષમાં વસંત પંચમીએ ક્યારેય વસંત ઋતુની શરૂઆત થઇ નથી. વસંત પંચમી પર્વ ક્યારેય વસંત ઋતુમાં આવતો નથી. પરંતુ આ પર્વ માતા સરસ્વતીની પૂજા માટે મહત્ત્વપૂર્ણ છે. આ દિવસે દેવી સરસ્વતીના પ્રકટ થવાથી તેને શ્રીપચંમી પણ કહેવામાં આવે છે.

જ્યોતિષઃ- આ વખતે વસંત પંચમીએ 6 રાજયોગ સહિત 7 શુભ યોગઃ-
જ્યોતિષાચાર્ય ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે વસંત પંચમીએ સૂર્ય અને બુધ મળીને વિદ્યા યોગ બનાવી રહ્યા છે. આ સિવાય અન્ય 6 રાજયોગ પણ બની રહ્યા છે. આ પ્રકારે જ્યોતિષની દ્રષ્ટિએ વસંત પંચમી પર્વ ખૂબ જ ખાસ બની ગયો છે. વસંત પંચમીએ વિદ્યા યોગ બનવાથી વિદ્યારંભ સંસ્કાર મહત્ત્વપૂર્ણ થઇ જશે. એટલાં માટે જે માતા-પિતા આ વર્ષથી તેમના બાળકોની શિક્ષા શરૂ કરવા માંગતાં હોય તેમના માટે સરસ્વતી પૂજા વિશેષ ફળદાયી રહેશે. ત્યાં જ, 6 રાજયોગ બનવાથી ખરીદી અથવા કોઇ પણ માંગલિક કાર્ય કરવા માટે આ દિવસ શુભ રહેશે.

રાજયોગના નામઃ-

1. વરીષ્ઠ યોગ- મકર રાશિમાં સૂર્ય અને મીન રાશિમાં ચંદ્ર હોવાથી બને છે

2. ગજકેસરી યોગ- બૃહસ્પતિ અને ચંદ્રમાં મળીને બનાવે છે

3. શશ યોગ- મકર રાશિમાં શનિ હોય ત્યારે બને છે

4. શુભકર્તરી યોગ- બુધ, ગુરૂ અને શુક્ર મળીને બનાવે છે

5. વિમલ યોગ- બૃહસ્પતિના કારણે બને છે

6. સુમુખ યોગ- શનિના પ્રભાવથી બને છે

ધર્મસિંધુ ગ્રંથઃ 30 જાન્યુઆરીએ વસંત પંચમી ઉજવવી શ્રેષ્ઠ રહેશેઃ-
પં. મિશ્રા પ્રમાણે, બુધવાર 29 જાન્યુઆરીએ સવારે 8.18 વાગ્યાથી પંચમી તિથિ શરૂ થશે, જે ગુરૂવાર 30 જાન્યુઆરીએ સવારે 10.28 વાગ્યા સુધી રહેશે. ધર્મસિંધુ ગ્રંથ પ્રમાણે ઉદયા તિથિના કારણે 30 જાન્યુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે. એટલે 30 તારીખે પંચમી તિથિમાં સૂર્યોદય હોવાથી તે દિવસને વસંત પંચમી પર્વ માનવો શ્રેષ્ઠ રહેશે.

માન્યતાઃ 3 ઋતુઓ દેવતાઓની, 3 ઋતુઓ પિતૃઓનીઃ-
વસંત ઋતુ વિશે પં. મિશ્રાએ જણાવ્યું, યજુર્વેદના શતપથ બ્રાહ્મણ ગ્રંથમાં વસંત, ગ્રીષ્મ અને વર્ષાને દેવતાઓની ઋતુ કહેવામાં આવે છે. આ દિવસોમાં પ્રકૃતિમાં સર્જનાત્મક બદલાવ થવા લાગે છે અને બુદ્ધિ-વિચારોનો વિકાસ થાય છે. ત્યાં જ, શરદ, હેમંત અને શિશિર પિતૃઓની ઋતુઓ છે.

સરસ્વતીઃ શબ્દનો અર્થ, મહત્ત્વ અને પૂજાઃ-
વસંત પંચમી દેવી સરસ્વતીનો પ્રાકટ્ય ઉત્સવ છે. પં. મિશ્રા પ્રમાણે સરસ્વતી શબ્દ સંસ્કૃત શબ્દાવલીમાં સૃ ધાતુ અને અસુન પ્રત્યયથી મળીને બને છે. જેમાં સરસનો શાબ્દિક અર્થ ગતિશિલતા થાય છે. તેનો સંબંધ જળના સિવાય જ્ઞાન અને વાણી સાથે પણ થાય છે. દેવી સરસ્વતીને જ્ઞાન અને વાણીની શક્તિ સ્વરૂપે પૂજવામાં આવે છે.

માર્કંડેય પુરાણઃ મહાકાળી, મહાલક્ષ્મી અને સરસ્વતીની પૂજાનો મહિનો જણાવતો શ્લોક

महाकालीदेव्याः पूजा चैत्रे आश्विने वा मासे शुक्लपक्षस्य नवम्यां तिथौ भवति।
महालक्ष्मीदेव्याः पूजा कार्तिकमासस्य अमावास्यायां भवति।
तेन प्रकारेण एव महासरस्वतीदेव्याः पूजा माघमासस्य शुक्लपक्षस्य पञ्चम्यां तिथौ भवति।

અર્થ- ઉજ્જૈનના મહિર્ષિ પાણિની વિશ્વવિદ્યાલયના શાસ્ત્રી પં. હરિઓમ શર્મા પ્રમાણે મહાકાળીની પૂજા ચૈત્ર અને આસો મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ કરવામાં આવે છે. મહાલક્ષ્મીની પૂજા કારતક મહિનાની અમાસના રોજ કરવી શ્રેષ્ઠ રહે છે. તેવી જ રીતે દેવી સરસ્વતીની પૂજા મહા મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ કરવી શ્રેષ્ઠ મનાય છે.

સરસ્વતી સાથે વિદ્યા અને જ્ઞાનની શરૂઆત થઇઃ-
પં. મિશ્રા પ્રમાણે ચૈત્ર એકમના રોજ બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી અને વસંત પંચમીએ જ્ઞાનની દેવી માતા સરસ્વતીને પ્રકટ કરીને આ સૃષ્ટિમાં ચેતના ભરી દીધી હતી. વસંત પંચમીની વાર્તા અનેક જગ્યાએ આવે છે. પુરાણો પ્રમાણે, બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે. તેઓ ખૂબ જ ખુશ હતાં. પરંતુ થોડાં દિવસો બાદ તેમને લાગ્યું કે સૃષ્ટિના જીવ ખૂબ જ નિરસતા સાથે જીવી રહ્યા છે. કોઇ ઉલ્લાસ, ઉત્સાહ કે ચેતના તેમને અનુભવ થતી નથી. તેમણે ભગવાન વિષ્ણુ પાસેથી સલાહ લીધી અને કમંડળથી થોડું જળ ભૂમિ પણ છાંટ્યું. તે જળથી સફેદ વસ્ત્રો ધરાવતી વીણાધારી સરસ્વતી પ્રકટ થઇ. તેમની સાથે જ, ભૂમિ પર વિદ્યા અને જ્ઞાનનું પહેલું પગલું પડ્યું, આ દિવસ વસંત પંચમી હતો. એટલાં માટે, આ દિવસને જ્ઞાનની દેવીનો પ્રાકટ્ય દિવસ કહેવામાં આવે છે.

મૈહરના સંગીત મહાવિદ્યાલયના પ્રાચાર્ય સુરેશ ચતુર્વેદી પ્રમાણે મહા મહિનાની પંચમી તિથિએ દેવી સરસ્વતીના પ્રાકટ્ય દિવસે દેવતાઓ અને ઋષિ-મુનિઓમાં ઉલ્લાસ અને આનંદ છવાઇ ગયો હતો. તે સ્થિતિમાં તેમના દ્વારા દેવીની સ્તુતિ કરવામાં આવી. આ વેદોના સ્ત્રોતથી આગળ જઇને વસંત રાગ બન્યો હતો. સંસ્કૃતમાં ઉલ્લાસ અને આનંદની સ્થિતિને વસંત કહેવામાં આવે છે. એટલે દેવી સરસ્વતીના પ્રકટ થવાથી આ પાંચમને વસંત પંચમી કહેવામાં આવી.

સંગીત દામોદર ગ્રંથથીઃ વસંત ઋતુ માટે વસંત રાગ બન્યોઃ-
છ પ્રાચીન રાગમાં વસંત રાગને બીજો રાગ માનવામાં આવે છે. પહેલો પ્રાચીન રાગ ભૈરવ છે. થોડાં સંગીત ગ્રંથ પ્રમાણે આ વસંત રાગની ઉત્પત્તિ પંચવક્ત શિવ એટલે પંચમુખી શિવના પાંચમાં મુખથી માનવામાં આવે છે. સંગીત દામોદર ગ્રંથ પ્રમાણે શ્રીપંચમીથી હરિશયની એકાદશી સુધી વસંત રાગ ગાઇ શકાય છે, પરંતુ સંગીત દર્પણ ગ્રંથ પ્રમાણે તેને વસંત ઋતુમાં જ ગાવો જોઇએ.

X
Vasant Panchami 2020 Saraswati Puja Vidhi, Vasant Panchami Saraswati Puja Significance History

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી