તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Varun Dhawan's 'Street Dancer 3D' Trailer Deals, Now Comes With 'Dabangg 3' On December 18

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરુણ ધવનની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ની ટ્રેલર રિલીઝ પાછી ઠેલાઈ, હવે 18 ડિસેમ્બરે ‘દબંગ-3’ સાથે આવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્કઃ વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ તેનું શૂટિંગ પૂરું થયું છે અને હવે તેનાં પોસ્ટ-પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મના શૂટિંગના ફોટોઝ અને પોસ્ટર્સ સામે આવી ચૂક્યાં છે, જેના કારણે ફેન્સ હવે આતુરતાથી આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા છે. તો હવે જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘દબંગ-3’ સાથે રિલીઝ કરવામાં આવશે.

‘સ્ટ્રીટ ડાન્સર 3D’નું ટ્રેલર 18 ડિસેમ્બરે લોન્ચ થશે, જે સલમાન ખાનની ‘દબંગ-3’ ફિલ્મ સાથે બતાવવામાં આવશે. જો કે, આ પહેલાં વરૂણ અને શ્રદ્ધાએ કહ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર 12 ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે, કારણ કે તે દિવસે ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારનો જન્મદિવસ છે. ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મ ‘ABCD’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. પહેલાં આ ફિલ્મમાં કેટરીના કૈફને લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ તેની પાસે ડેટ્સ ન હોવાને કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ તેનો રોલ શ્રદ્ધા કપૂરને મળી ગયો. જો કે, આ સિરીઝની બીજી ફિલ્મમાં પણ વરુણ અને શ્રદ્ધાની જોડી જ હતી, જેને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. રેમો ડિસુઝાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સિવાય અપારશક્તિ ખુરાના, શક્તિ મોહન અને નોરા ફતેહી પણ મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 24 જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser