કૂલી નંબર 1 / ખડકની ધારે લટકતી કારમાં બેઠેલા વરુણ ધવનનો આબાદ બચાવ

Varun Dhawan left hanging from the edge of a cliff in a car during Coolie No 1 shooting
X
Varun Dhawan left hanging from the edge of a cliff in a car during Coolie No 1 shooting

Divyabhaskar.com

Nov 27, 2019, 12:00 PM IST
મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવન પિતા ડેવિડ ધવનની ફિલ્મ ‘કૂલી નંબર 1’ના શૂટિંગ દરમિયાન ગંભીર અકસ્માતમાંથી માંડ માંડ બચ્યો હતો. આ ફિલ્મમાં સારા અલી ખાન છે અને ફિલ્મને ડેવિડ ધવન ડિરેક્ટ કરી રહ્યાં છે.

શું બન્યું હતું શૂટિંગ દરમિયાન?

1. શૂટિંગ દરમિયાન આ ઘટના બની

સૂત્રોના મતે, પૂનામાં વરુણ ધવને સ્ટંટ સીનનું શૂટિંગ કરવાનું હતું. આ સીન એવો હતો કે જેમાં એક ખડકના કિનારે કાર લટકેલી છે અને તેમાં વરુણ ધવન બેઠો છે. આ સીનમાં વરુણ ધવનના ક્લોઝ-અપ્સ સીન પણ લેવાના હતાં. જ્યારે વરૂણ ધવન કારની અંદર બેઠો અને શૂટિંગ શરૂ થયું, તેની ગણતરીની સેકન્ડ્સમાં જ ખ્યાલ આવ્યો કે કારનો દરવાજો જામ થઈ ગયો છે અને તે ખુલતો નથી. સ્ટંટ કો-ઓર્ડિનેટર્સની દેખરેખ હેઠળ આ સીનને લઈ વરુણ ધવને પ્રેક્ટિસ પણ કરી હતી. જોકે, જ્યારે રિયલમાં શૂટિંગ કરવાનું થયું ત્યારે થોડી ગરબડી થઈ હતી. સીનમાં સલામતીને લઈ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

2. વરુણ ધવન સહેજ પણ ડર્યો નહીં

સ્ટંટ કો-ઓર્ડિનેટર્સે કેટલીક મિનિટ્સ સુધી દરવાજો ખોલીને વરુણ ધવનને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દરવાજો ખુલતો જ નહોતો. આ ઉપરાંત કાર પણ ખડકને કિનારે ઊભી હોવાથી તેને બેલેન્સ કરવી ઘણી જ મુશ્કેલ હતી. આ સમય દરમિયાન વરુણ ધવન એકદમ શાંત રહ્યો હતો અને છેલ્લે કો-ઓર્ડિનેટર્સની મહેનતથી દરવાજો ખુલી ગયો હતો અને વરુણ ધવનને સહેજ પણ ઈજા થઈ નહોતી.

3. પહેલી જ વાર સારા-વરુણ સાથે જોવા મળશે

1995મા આવેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ની રીમેકમાં વરુણ ધવન તથા સારા અલી ખાન પહેલી જ વાર સાથે જોવા મળશે. ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતાં. વરુણ-સારાની આ ફિલ્મ આવતા વર્ષે પહેલી મેએ રિલીઝ થવાની છે. નોંધનીય છે કે વરુણ ધવનની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘કલંક’ સુપરફ્લોપ રહી હતી જ્યારે સારની ‘સિમ્બા’ સુપરહિટ રહી હતી. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી