વલસાડ / વાપીનો ડબલ મર્ડર કેસ ઉકેલાયો, દિકરાએ માતાના ચરિત્ર પર શંકા રાખી હત્યા કરાવી

પોલીસે બંને આરોપીની ધરપકડ કરી

Divyabhaskar.com

Jan 23, 2020, 01:42 PM IST
વલસાડઃ થોડા દિવસ પહેલાં વાપીમાં બે ટીવી જોતી મહિલાની હત્યા કરવાનો કેસ ઉકેલ્યો છે. મૃતક મહિલાના દિકરાના કહેવાથી ઘટના બની હતી. માતાના કેરેક્ટર ઉપર શંકા રાખીને દિકરાએ શૂટર બોલાવી માતાની હત્યા કરાવવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જે દરમિયાન માતાની બહેન પાણી ઘરે રોકવા આવી હતી. શૂટરોએ બંને મહિલાને ગોળી મારી ફરાર થઈ ગયા હતા. વાપી અને આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી હતી. ગુનામાં વપરાયેલી મોટર સાયકલના માલિકની પોલીસે પૂછપરછ કરતા તેણે બાઇક ગેરેજમાં વેચાણ માટે આપી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગેરેજ સંચાલકની પૂછપરછ કરતા મૃતક મહિલાના દિકરાને બાઇક વેચી હોવાનું જાણવા મળ્યું હતું. માતા અને દિકરા વચ્ચે પ્રોપટીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પિતાના મૃત્યુ બાદ માતાના કેરેક્ટર બાબતે વાપી અને આજુબાજુના પંથકમાંથી દિકરાને ઘણી વાતો મળતી હોવાથી દિકરાએ આવેશમાં આવી જઈને માતાની રૂ. 5 લાખમાં સોપારી આપી હત્યા કરાવવાનું કાવતરૂ ઘડી નાખ્યું હતું.

બિહારના બે શાર્પ શુટર હજુ ફરાર

વાપીના ચણોદ કોલોનીમાં 11 દિવસ અગાઉ શનિવારે રાત્રે બે મહિલાની ગોળી મારીને થયેલી હત્યામાં પુત્રએ જ માતાની તેના મિત્રને પાંચ લાખની સોપારી આપી હત્યા કરાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસે બુધવારે આપી હતી. માતાના અન્ય પુરૂષો સાથે સંબંધથી કંટાળીને, સોશિયલ મીડિયામાં બિભત્સ ચેટિંગ અને મિલકત દાનમાં કરી દેવાની વાત કરતાં પુત્રએ માતાનું કાસળ કાઢી નાંખવાનું આયોજન કર્યુ હતું. જો કે, બિહારથી આવેલા હત્યા કરવા આવેલા ઇસમને માતાની ઓળખ ન થતાં તેમની બહેન પણીની પણ હત્યા કરી હતી. વાપી જીઆઇડીસી પોલીસે હત્યા કરાવનાર પુત્ર અને પાંચ લાખની સોપારી લેનાર મિત્રની ધરપકડ કરી છે. જ્યારે હત્યા કરનાર બિહારના બે શાર્પ શુટર હજુ ફરાર છે.

27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મળ્યા

વાપી ચણોદ કોલોનીમાં 51 વર્ષની રેખાબેન બહ્મદેવ મહેતા અને પુલગામ, જવાહર નગર, વર્ધા - મહારાષ્ટ્રથી આવેલી 47 વર્ષની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા શેખર ખડસે ગત 11મી જાન્યુઆરીએ પોણા ઘરે ટીવી જોઇ રહી હતી. ત્યારે બાઇક ઉપર આવેલા બુકાનીધારી અજાણ્યા ઇસમે આડેધડ ફાયરિંગ કરીને રેખા અને અનિતા ઉર્ફે દુર્ગાની હત્યા કરી હતી. પોલીસે મૃતક રેખા મહેતાના પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડની ફરિયાદ લઇને ગુનો નોંધી ઈન્ચાર્જ ડીવાયએસપી એન.વી. પટેલ અને પીઆઇ એન.કે. કામળિયાના માર્ગદર્શનમાં ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. દમણ, સેલવાસ, બિહાર અને બંગાળ સુધી પોલીસે હત્યારાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલા રેખા મહેતાનો પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુ જ મુખ્ય આરોપી નીકળ્યો હતો. માતાના ચારિત્રયથી કંટાળી અને માતાના ત્રણથી વધારે પુરૂષો સાથે સંબંધની સાથે સોશિયલ મીડિયામાં પુરૂષો સાથે બિભત્સ ચેટિંગ અને પ્રોપટી વિવાદને લઇને પુત્ર બિપિને જ પાંચ લાખમાં મિત્ર કુંદનગીરીને હત્યાની સોપારી આપી હતી. મિત્ર કુંદનગીરીને હત્યા કરવા માટે એડવાન્સમાં 1 લાખ ચુકવી દેવાયા હતા. કુંદનગીરીએ બિહારથી બે શુટર્સ બોલાવીને હત્યા કરી હોવાનું બુધવારે વલસાડના એસપી સુનિલ જોશીએ માહિતી આપી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 27મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ લઇને વધુ તપાસ હાથ ધરી છે.

વિવિધ કડી મેળવી કેસ ઉકેલાયો

ડબલ મર્ડર કેસને ઉકેલવામાં પોલીસે અનેક શકમંદોની અટકાયત કરી હતી. આ બનાવના એક માત્ર સાક્ષીએ લાલ કલરની નંબર પ્લેટ વિનાની સીબીઝેડ બાઇક ઉપર હત્યારો આવ્યો હોવાની મળેલી કડીએ કેસને ઉકેલી નાંખ્યો હતો. હત્યાના બીજા દિવસે બાઇક બિનવારસી મળતાં પોલીસને ગુનો ઉકેલવામાં સફળ રહી છે. હત્યાના શુટર બે આરોપીની ધરપકડ માટે આગળની તપાસ ચાલુ છે.- સુનિલ જોશી, એસપી, વલસાડ

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી