તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:વાપી પાલિકાએ 3 દિવસમાં 11 રખડતાં ઢોરો પકડ્યા

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ 123 ઢોરોને પાંજરાપોળ મોકલ્યા હતા

વાપી શહેરના માર્ગો પર રખડતા ઢોરની વ્યાપક ફરિયાદો વચ્ચે ફરી પાલિકાની ટીમે ઢોર પકડવાનું અભિયાન હાથ ધર્યુ છે. જેમાં છેલ્લા 3 દિવસમાં 11 ઢોરોને પકડી પાંજરાપોળ ખાતે મોકલી દેવામાં આવ્યાં છે. કેટલાક પશુપાલકો પાલિકાના કર્મચારીઓને ડરાવી રહ્યાં હોવાની પણ માહિતી મળી રહી છે. જો કે પાલિકા અને પોલીસ આ અભિયાનમાં ખાસ ધ્યાન આપે તો રખઢતા ઢોરોના ત્રાસમાંથી વાહન ચાલકોને રાહત થઇ શકે તેમ છે.

પી પાલિકાએ જુલાઇના અંતમાં વિવિધ વિસ્તારોમાંમ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી,પરંતુ કેટલાક પશુપાલકો સાથે ઘર્ષણ અને ઢોર પકડતી વખતે કર્મચારીને ઇજાના કારણે આ અભિયાનને બંધ કરવામાં આવ્યુ હતું. ત્યારે 123 જેટલા ઢોરોને પકડી પાલિકાની ટીમે પાંજરાપોળ ખાતે મોકલ્યાં હતાં. તાજેતરમાં ફરી પાલિકાની ટીમે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલના જણાવ્યાં અનુસાર 3 દિવસમાં 11 ઢોરોને પકડવામાં આવ્યાં છે. હાલ અભિયાન ચાલુ રહેશે. બીજી તરફ કેટલાક પશુપાલકો ઢોર પકડવાના મુદે પાલિકાના કર્મચારીઓ સાથે ઝગડા કરી રહ્યાં હોવાની પણ માહિતી મળી રહી છે. આવા સમયે પાલિકાએ પોલીસનો સહારો લઇ માર્ગો પરથી ઢોરો દુર થાય તે દિશામાં કામગીરી કરવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો