ભાસ્કર સ્પેશિયલ / આયુષ્માન ખુરાનાએ પોતાની લવસ્ટોરી પર કહ્યું, ચોકલેટ્સ ખવડાવીને તાહિરાનું દિલ જીત્યું હતું

valentine week special Ayushmann Khurrana love story

Divyabhaskar.com

Feb 09, 2020, 12:19 PM IST

મુંબઈઃ વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે પર એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાની તથા તાહિરા કશ્યપ સાથેની લવસ્ટોરી શૅર કરી હતી. આયુષ્માનના મતે, તેણે તાહિરાનું દિલ ચોકલેટ ખવડાવીને જીત્યું હતું.

તાહિરા સાથે ફ્રેન્ડશિપનો સંબંધ
આયુષ્માને કહ્યું હતું, પ્રેમ વિશે તમે મારો મત જાણવા ઈચ્છશો તો હું કહીશ કે પ્રેમ ફ્રેન્ડશિપ છે. કારણ કે શરૂઆતમાં આ એક હદ સુધી આકર્ષણ હોય છે. તેના પછી જે હોય છે તે તમારી ફ્રેન્ડશિપ હોય છે. આ જ તમારા સંબંધોને આગળ વધારે છે. તાહિરા અને મારો સંબંધ આજે પણ ફ્રેન્ડશિપનો છે અને ફ્રેન્ડશિપથી જ અમારા પ્રેમની શરૂઆત થઈ હતી. તે જ મારો પહેલો પ્રેમ હતી. ઓળખતો તો તેને પહેલેથી જ હતો પરંતુ સોળ વર્ષની ઉંમરમાં તેના માટે દિલ ધબકારા લેવા લાગ્યું. ત્યારે અમે બંને એક જ સ્કૂલમાં 11 અને 12મા ધોરણમાં હતાં. કોચિંગ ક્લાસમાં પણ સાથે જ જતા હતા. મારા પિતાજી, જે એસ્ટ્રોલોજર છે તેમનો તાહિરાના પપ્પા રાજન કશ્યપજી સાથે સારો પરિચય હતો. એક દિવસ તાહિરાનું ફેમિલી અમારે ત્યાં ડિનર પર આવ્યું અને ત્યારબાદ મારા તથા તાહિરા વચ્ચે ખાસ સંબંધ બંધાઈ ગયો હતો. સ્કૂલ ટાઈમની અમારી લવસ્ટોરી કોલેજ અને થિયેટરના દિવસોમાં આગળ વધી. અમે બંનેએ લાંબા સમય સુધી એક-બીજાને ડેટ કર્યા અને પછી એક દિવસ લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. જોકે, અમે ફેમિલી ફ્રેન્ડ્સ હતા, એટલે લગ્નમાં પરિવારની પરમિશન લેવામાં કોઈ મુશ્કેલી ના આવી.

પ્રેમ દર્શાવવા એક અઠવાડિયું જ કેમ?
જોકે, આજકાલ વેલેન્ટાઈન વીકનો માહોલ છે પણ મને લાગે છે કે, તમારા જીવનસાથી માટે કશુંક કરવા કે, પ્રેમ દર્શાવવા માટે એક વીક કે એક જ દિવસ મળે તો શું કામનું...! મારા માટે તો દરેક દિવસ વેલેન્ટાઈન ડે બની શકે છે. આ જ રીતે હું ફાધર્સ ડે, મધર્સ ડે વિષે પણ વિચારું છું. મારા માતા-પિતા સાથે તો હું દરરોજ પેરેન્ટ્સ ડે મનાવવા માગું છું.

સંબંધમાં ચોકલેટ્સ જેવી મીઠાશ
આ પણ એક સિક્રેટ છે કે મેં મારી વાઈફ તાહિરાનું દિલ ચોકલેટ્સ ખવડાવી-ખવડાવીને જીત્યું હતું. તેને બ્રાઉની ચોકલેટ્સ ખૂબ જ ગમે છે. હું દરેક ડેટ પર તેના માટે બ્રાઉનીઝ લઈને જતો હતો અને તેની મીઠાશ સાથે અમારા સંબંધની મીઠાશ પણ ભળતી રહી. આજે પણ હું તેને તેની ફેવરિટ બ્રાઉની ચોકલેટ્સ ખવડાવું છું. તે પણ કાયમ મારા માટે મારી ફેવરિટ ચોકલેટ ફ્લેવર કેક લઈને આવે છે.

મારા માટે તાહિરા લાઈફ કોચ છે
એ વ્યક્તિ ખૂબ નસીબદાર હોય છે જેને એ વ્યક્તિ મળી જાય, જે શરૂઆતથી જ ગમતી હોય, જેની સાથે તમારે ખૂબ બનતું હોય, જે તમને દરેક પગલે સમજતી હોય. અમારા બંનેની રુચિ એક જેવી છે. બંને લખીએ-વાંચીએ છીએ. થિયેટર સાથે પણ જોડાયેલા છીએ. તમને તમારા જીવનસાથી રૂપે યોગ્ય વ્યક્તિ મળી જાય તો દુનિયામાં એનાથી વધારે સારું કશું જ નથી. તાહિરા માત્ર મારી લાઈફ પાર્ટનર નથી પણ લાઈફ કોચ પણ છે. મારા જીવનમાં કોઈ પણ બાબત બને ‘આઈ રિયલી લુક અપ ટુ હર’. કોલેજમાં ભણતા હતા, ત્યારે પણ તે મને ખૂબ પ્રેરણા આપતી હતી અને આજે પણ તે મારી ઇન્સ્પિરેશન છે. પ્રોફેશનલી ભલે હું એને પ્રેરિત કરું છું પણ જીવનમાં તો એ જ મારી પ્રેરણા છે. કહી શકાય કે, અમે બંને એકબીજા પાસેથી ઘણું શીખીએ છીએ અને શીખવાડીએ છીએ.

X
valentine week special Ayushmann Khurrana love story

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી