યુએસએ / ન્યુયોર્કના વૈષ્ણવ મંદિર ખાતે દિવાળી ઉજવણી અંતર્ગત અન્નકૂટોત્સવ યોજાયો, 2500થી વધુ ભક્તોએ લીધો લાભ

ન્યુયોર્કના વૈષ્ણવ મંદિર ખાતે અન્નકૂટોત્સવ.
ન્યુયોર્કના વૈષ્ણવ મંદિર ખાતે અન્નકૂટોત્સવ.
સ્પેશ્યિલ ગેસ્ટ દિલીપ ચૌહાણ સાથે વૈષ્ણવ મંદિરના પ્રેસિડન્ટ ડૉ. વિજય ચૌહાણ, પાર્થિવ શાહ, જૈમીન શાહ, અતુલ સાકરીયા, કિશોર મહેતા, હિમાંશુ શાહ, અમિષ મહેતા, અનિલ શાહ (ટ્રસ્ટી), મયુર મહેતા (ટ્રસ્ટી), હિતેનભાઈ (ટ્રસ્ટી) હીરેન જોષી, મનિષ શાહ (સેક્રેટરી), સેતુ શાહ (ટ્રસ્ટી) જીજ્ઞેશ એન શાહ, દિવ્યેશ ત્રિપાઠી.
સ્પેશ્યિલ ગેસ્ટ દિલીપ ચૌહાણ સાથે વૈષ્ણવ મંદિરના પ્રેસિડન્ટ ડૉ. વિજય ચૌહાણ, પાર્થિવ શાહ, જૈમીન શાહ, અતુલ સાકરીયા, કિશોર મહેતા, હિમાંશુ શાહ, અમિષ મહેતા, અનિલ શાહ (ટ્રસ્ટી), મયુર મહેતા (ટ્રસ્ટી), હિતેનભાઈ (ટ્રસ્ટી) હીરેન જોષી, મનિષ શાહ (સેક્રેટરી), સેતુ શાહ (ટ્રસ્ટી) જીજ્ઞેશ એન શાહ, દિવ્યેશ ત્રિપાઠી.
લેડિઝ વિંગ ઓફ ટેમ્પલ- અવની મથુરિયા, રેશ્મા લાલવાણી, નૈલમ, તૃપ્તી, મીના શાહ, ચાંદની, ડૉ. શિતલ દેસાઈ, વૈશાલી, દીપા અને પૂર્વી શાહ.
લેડિઝ વિંગ ઓફ ટેમ્પલ- અવની મથુરિયા, રેશ્મા લાલવાણી, નૈલમ, તૃપ્તી, મીના શાહ, ચાંદની, ડૉ. શિતલ દેસાઈ, વૈશાલી, દીપા અને પૂર્વી શાહ.
Vaishnav Temple of New York Celebrate  Annkutotsav as part of Grand Diwali Celebration

Divyabhaskar.com

Nov 20, 2019, 05:52 PM IST

ન્યુયોર્ક: ન્યુયોર્કના વૈષ્ણવ મંદિરમાં દિવાળી સેલિબ્રેશન નિમિત્તે વાર્ષિક અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2500થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તમામ ઉંમરના ભક્તો એટલે કે બાળકોથી લઈને વૃદ્ધોએ નવા વર્ષે ભગવાન શ્રીનાથજીના દર્શન કર્યા હતા. ભક્તો માટે મંદિરમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંદિરના પ્રેસિડન્ટ ડૉ. વિજય શાહે કહ્યું, ‘‘ભગવાનની કૃપાથી આજના અન્નકૂટ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા મેહનત ઉઠાવનાર ટ્રસ્ટી, બોર્ડ મેમ્બર્સ, ટેમ્પલ કમિટિ અને કાર્યકરોનો આભાર.’’

વિશેષ મહેમાન દિલીપ ચૌહાણે પોતાની સ્પીચમાં જણાવ્યું, ‘અન્નકૂટ ઉત્સવના આયોજનને સફળ બનાવવા માટે કાર્યકરોનો આભાર. હું પ્રેસિડન્ટ ડૉ. વિજય શાહ, ટ્રસ્ટી અનિલ શાહનો પણ આભાર માનું છું. આ પહેલું વર્ષ છે, જેમાં ચેરમેન ઓફ બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વ. અરવિંદ શાહ ઉપસ્થિત નથી, પણ મને ખાત્રી છે કે તેમના આશીર્વાદ આપણા બધા કાર્યકરો પર વરસી રહ્યા છે. (ચેરમેન ઓફ બોર્ડ ઓફ ટ્રસ્ટી સ્વ. અરવિંદ શાહનું 3 મહિના પહેલાં નિધન થયું હતું.)

ન્યુયોર્કમાં વર્ષ 1988માં વૈષ્ણવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી

ન્યુયોર્કમાં વૈષ્ણવ મંદિરની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. નોર્થ અમેરિકાનું આ પહેલું ‘પુષ્ટીમાર્ગીય’ મંદિર છે. છેલ્લાં 25થી વધુ વર્ષથી ગોવર્ધનનાથજી પ્રભુ ભક્તોને પોતાની દિવ્યતાના દર્શન કરાવી રહ્યા છે. આ મંદિરમાં દર વર્ષે અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

ન્યુયોર્કમાં વૈષ્ણવ મંદિર કમ્યુનિટી સર્વિસ સેન્ટર તરીકે પણ સેવા આપવામાં આવે છે, જેનો હેતુ લોકોની સુખાકારી વધારવાનો છે. આ વૈષ્ણવ મંદિર ખાતે સિનિયર સિટીઝન સેન્ટર, કમ્પ્યુટર ક્લાસિસ, ગુજરાતી ક્લાસ, યોગ ક્લાસ અને હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય વૈષ્ણવ મંદિર HELP ( Human Enrichment by Love & Peace)ને પણ મદદ કરે છે. આ સંસ્થા કુદરતી આપત્તિનો સામનો કરતાં લોકોને મદદ કરે છે.

X
ન્યુયોર્કના વૈષ્ણવ મંદિર ખાતે અન્નકૂટોત્સવ.ન્યુયોર્કના વૈષ્ણવ મંદિર ખાતે અન્નકૂટોત્સવ.
સ્પેશ્યિલ ગેસ્ટ દિલીપ ચૌહાણ સાથે વૈષ્ણવ મંદિરના પ્રેસિડન્ટ ડૉ. વિજય ચૌહાણ, પાર્થિવ શાહ, જૈમીન શાહ, અતુલ સાકરીયા, કિશોર મહેતા, હિમાંશુ શાહ, અમિષ મહેતા, અનિલ શાહ (ટ્રસ્ટી), મયુર મહેતા (ટ્રસ્ટી), હિતેનભાઈ (ટ્રસ્ટી) હીરેન જોષી, મનિષ શાહ (સેક્રેટરી), સેતુ શાહ (ટ્રસ્ટી) જીજ્ઞેશ એન શાહ, દિવ્યેશ ત્રિપાઠી.સ્પેશ્યિલ ગેસ્ટ દિલીપ ચૌહાણ સાથે વૈષ્ણવ મંદિરના પ્રેસિડન્ટ ડૉ. વિજય ચૌહાણ, પાર્થિવ શાહ, જૈમીન શાહ, અતુલ સાકરીયા, કિશોર મહેતા, હિમાંશુ શાહ, અમિષ મહેતા, અનિલ શાહ (ટ્રસ્ટી), મયુર મહેતા (ટ્રસ્ટી), હિતેનભાઈ (ટ્રસ્ટી) હીરેન જોષી, મનિષ શાહ (સેક્રેટરી), સેતુ શાહ (ટ્રસ્ટી) જીજ્ઞેશ એન શાહ, દિવ્યેશ ત્રિપાઠી.
લેડિઝ વિંગ ઓફ ટેમ્પલ- અવની મથુરિયા, રેશ્મા લાલવાણી, નૈલમ, તૃપ્તી, મીના શાહ, ચાંદની, ડૉ. શિતલ દેસાઈ, વૈશાલી, દીપા અને પૂર્વી શાહ.લેડિઝ વિંગ ઓફ ટેમ્પલ- અવની મથુરિયા, રેશ્મા લાલવાણી, નૈલમ, તૃપ્તી, મીના શાહ, ચાંદની, ડૉ. શિતલ દેસાઈ, વૈશાલી, દીપા અને પૂર્વી શાહ.
Vaishnav Temple of New York Celebrate  Annkutotsav as part of Grand Diwali Celebration

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી