ઉદ્ધાટન / ઓનલાઇન છેતરપિંડીને રોકવા માટે વડોદરા રેન્જ સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની શરૂઆત, 85 લાખના ઉપકરણો ફાળવાયા

X

  • વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા મળીને કુલ 4 પોલીસ સ્ટેશનનો સમાવેશ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 09:46 PM IST

વડોદરા. વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરતાં વડોદરા રેન્જ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું આજે રેન્જ IGના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સાઈબર ક્રાઈમ પોલીસ મથકને 85 લાખના ઉપકરણો ફાળવવામાં આવ્યા છે.

રાજ્યમાં 9 રેન્જને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરીકે નક્કી કરવામાં આવ્યું 
ઉદ્ઘાટન પ્રસંગે વડોદરા રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમમાં ઓનલાઇન છેતરપિંડી, ફ્રોડ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ ક્રાઇમ થઇ રહ્યા છે. તેમજ વડોદરામાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લાવવા સરકાર તરફથી રાજ્યમાં 9 રેન્જને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરીકે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા રેન્જ સાઇબર ક્રાઇમ બનાવવામાં આવ્યું છે. જેમાં વડોદરા ગ્રામ્ય, ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા એમ મળી કુલ 4 પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં 13 મહિલા પોલીસનો પણ સમાવેશ 
પી.આઇ. આર. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પ્રથમ પી.આઇ. તરીકે પી.એન પટેલ તેમજ ડી.બી. વાળા આ ઉપરાંત વાયરલેસ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી. ઠક્કર તથા 3 અનાર્મ અને 2 વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેકટર તેમજ 11 હેડ કોન્સ્ટેબલ અને 23 કોન્સ્ટેબલની નિમણુંક કરવામાં આવી છે. જેમાં 13 મહિલા પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહવિભાગ દ્વારા 85 લાખના ઉપકરણો પણ આ પોલીસ મથકને ફાળવ્યા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી