• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Corona Live With 13 more positives in Bharuch, the total number of cases reached 245 total number of cases 2280 in vadodara

કોરોના વડોદરા LIVE / અત્યાર સુધીના સૌથી વધુ 58 પોઝિટિવ સાથે કેસનો કુલ આંક 2338 થયો, તબીબ સહિત 4 દર્દીના મોત, 101 દર્દી ડિસ્ચાર્જ કરાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા કુલ 291 સેમ્પલમાંથી 58 પોઝિટિવ અને 233 નેગેટિવ આવ્યા
  • ભરૂચમાં આજે કોરોના વાઈરસના વધુ 14 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 250 થઇ
  • અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 07:36 PM IST

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે અત્યાર સુધીના સૌથી વધુ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2338 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં આજે હોસ્પિટલમાંથી વધુ 103 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1704 સાજા થયા છે. સત્તાવાર  મૃત્યુઆંક 57 ઉપર પહોંચ્યો છે. વડોદરામાં હાલ 577 એક્ટિવ કેસ છે, જે પૈકી 117 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર પર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે ઓલ્ડ પાદરા રોડ, ન્યુ VIP રોડ, ખોડિયારનગર, ગોત્રી, ડભોઇ રોડ, ખારવાવાડ, માંજલપુર, હાથીખાના, અકોટા, ફતેપુરા, અટલાદરા, વારસીયા, ગોરવા, આજવા રોડ, નાગરવાડા, વાડી, તાંદલજા, સમા, કારેબીબાગ, યાકુતપુરા, દિવાળીપુરા, વાઘોડિયા અને સયાજીગંજ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. વડોદરા ગ્રામ્યમાં પાદરા, દશરથ, ચાપડ, ફર્ટીલાઇઝરનગર, જરોદ અને શિનોરમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.

ભરૂચના તબીબ સહિત આજે 4 દર્દીના મોત
વડોદરામાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. જેમાં દાહોદના પ્રથમ દર્દીનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે ભરૂચના તબીબનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ, અંકલેશ્વર અને પાલેજમાંથી નવા કેસો સામે આવ્યા છે. આમ ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 250 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધી કુલ 14 દર્દીના મોત થયા છે

અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અંકલેશ્વર પોલીસ લાઇનમાં રહેતા અને અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રતિલાલ વસાવા નામના પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે કોવિડ-19 ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓ અને પોલીસ લાઇનમાં રહેતા રહીશોમાં ફેલાયો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી