ખેડૂતો ચિંતિત / છોટાઉદેપુર, કવાંટ અને રાજપીપળામાં મોડી રાત્રે વરસાદ સાથે કરા પડ્યા, વડોદરામાં કમોસમી વરસાદ

છોટાઉદેપુર, કવાંટ અને રાજપીપળામાં કરા પડ્યા
X

  • કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:40 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં ગુરૂવારે મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજપીપળામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાક વરસાદી ઝાપટું પડ્યું હતું અને કરા પણ પડ્યા હતા. છોટાઉદેપુર અને કવાંટમાં કરા પડ્યા હતા. 
રાજપીપળામાં રાત્રે અઢી વાગ્યે કરા પડ્યા
હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો. રાત્રે 2.30 કલાકે એક કલાક સુધી ભારે વરસાદ પડ્યા પછી સવાર સુધી ધીમીધારે વરસાદ પડ્યો હતો અને બરફના કરા પણ પડ્યા હતા. અને વરસાદ પડતા વીજળી ડૂલ થઇ ગઈ હતી. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.

છોટાઉદેપુર અને કવાંટમાં કરા પડ્યા
વડોદરા શહેરમાં રાત્રે દોઢ વાગ્યે વરસાદ શરૂ થયો હતો. છોટાઉદેપુર અને કવાંટમાં રાત્રે 3:30 વાગ્યે વરસાદ સાથે કરા પડ્યા હતા. જેને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી