રાજીનામું / વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના રાજેશ ગાંધીએ અચાનક ચેરમેન પદ છોડ્યું

Vadilal Industries chairman Rajesh Gandhi resigned with immediate effect

  • નવા ચેરમેન તરીકે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર વિજય શાહની નિયુક્તિ 
  • અન્ય બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટરોએ પણ રાજીનામાં આપ્યા

Divyabhaskar.com

Jul 23, 2019, 04:54 PM IST

અમદાવાદ: આઈસ્ક્રીમ બનાવતી અગ્રણી કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી રાજેશ ગાંધીએ રાજીનામું આપ્યું છે. કંપનીએ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ પર આ માહિતીની જાણકારી આપતા જણાવ્યું હતું કે, 22 જુલાઈની અસરથી નવા ચેરમેન તરીકે કંપનીના ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર વિજય શાહની નિમણુક કરવામાં આવી છે. કંપનીએ આ અંગે એક નિવેદનમાં જણાવ્યું કે, સેબીના નિયમોને આધીન આ રાજીનામું આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત કંપનીના અન્ય બે ઈન્ડીપેન્ડન્ટ ડિરેક્ટર્સ જીગ્નેશ શાહ અને મલય મહાદેવીયાએ પણ રાજીનામાં આપ્યા છે જેનો બોર્ડ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. કંપનીએ BSE ફાઈલીંગમાં કહ્યું છે કે, આ બન્ને ડિરેક્ટરોએ પોતાના રાજીનામામાં એમ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર અને કમિટી મીટીંગ્સમાં તેમના માટે પ્રતિકુળ વાતાવરણ ઉભું થયું હતું જેના કારણે હવે કંપની સાથે જોડાઈ રહેવું તેમના માટે મુશ્કેલ છે તેથી તેઓએ રાજીનામાં આપ્યા છે.

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નિવેદન

સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિકવાયરમેન્ટ્સ), રેગ્યુલેશન્સ, 2015ના નિયમ 17(1) અંતર્ગત જો રેગ્યુલર નોન-એક્ઝિક્યુટિવ ચેરપર્સન લિસ્ટેડ કંપનીના પ્રમોટર હોય અથવા કોઇ પ્રમોટરના સંબંધી હોય અથવા વ્યક્તિ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ લેવલે મેનેજમેન્ટ પોઝિશન ધરાવતા હોય અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સથી એક લેવલ નીચે હોય તો લિસ્ટેડ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં અડધા સ્વતંત્ર ડિરેક્ટર્સ હોવા જોઇએ. જો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરપર્સન નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના એક તૃતયાંશ સભ્યોમાં સ્વતંત્ર ડિરેક્ટર્સ હોવા જોઇએ.

કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સ તરીકે મલય મહાદેવિયા અને જિગ્નેશ શાહના રાજીનામા પહેલાં બોર્ડમાં 8 ડિરેક્ટર્સ હતાં અને તેમાંથી 4 સ્વતંત્ર ડિરેક્ટર્સ હતાં. આ બન્નેના રાજીનામા બાદ બોર્ડના સભ્યો હવે 6 છે અને તેથી ઉપરોક્ત નિયમોનું પાલન કરવા રાજેશ ગાંધીના ચેરમેદપદ હેઠળ ઓછામાં ઓછા 3 સ્વતંત્ર ડિરેક્ટર હોવા જરૂરી હતું. કંપનીના બોર્ડ ઉપર માત્ર 2 સ્વતંત્ર ડિરેક્ટર હોવાથી તેઓએ કંપનીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે, જેથી સેબીના નિયમનું પાલન કરી શકાય. રાજેશ ગાંધી હજી પણ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝમાં નોન-એક્ઝિક્યુટિવ, નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં છે.

X
Vadilal Industries chairman Rajesh Gandhi resigned with immediate effect
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી