એક્શન / USએ ઈરાકમાં ISISના કબજા વાળા ટાપુ પર 36 હજાર કિલો બોમ્બ ફેંક્યાં, આ ટાપુ પરથી આતંકીઓને ઈરાકમાં ઘુસાડાય છે

ઓપરેશન દરમિયાન હવામાં ઈંધણ પૂરાવતું અમેરિકન ફાઇટર પ્લેન
બોમ્બ ફેંક્યા તે સમયનું દ્રષ્ય
બોમ્બ ફેંક્યા તે સમયનું દ્રષ્ય
વૃક્ષોની હારમાળા જેવા ધુમાડાનું દ્રષ્ય
વૃક્ષોની હારમાળા જેવા ધુમાડાનું દ્રષ્ય
પ્લેન નીચે લેઝર ગાઇડેડ બોમ્બ ફીટ કરવામાં આવી રહ્યા છે
પ્લેન નીચે લેઝર ગાઇડેડ બોમ્બ ફીટ કરવામાં આવી રહ્યા છે
F-35 પ્લેનને રનવે તરફ લઇ જવામાં આવી રહ્યું છે જેથી તે ઓપરેશનમાં જઇ શકે
F-35 પ્લેનને રનવે તરફ લઇ જવામાં આવી રહ્યું છે જેથી તે ઓપરેશનમાં જઇ શકે
ઓપરેશન માટે અમેરિકન એરફોર્સનું પ્લેન ટેક ઓફ થયું તે તસવીર
ઓપરેશન માટે અમેરિકન એરફોર્સનું પ્લેન ટેક ઓફ થયું તે તસવીર
જ્યાં બોમ્બ ઝીંક્યા તે સ્થળનો મેપ
જ્યાં બોમ્બ ઝીંક્યા તે સ્થળનો મેપ

  •  F-15 અને F-35 સ્ટીલ્થ જેટની મદદથી ISISના પ્રભાવ વાળા કનાસ ટાપુ પર અમેરિકાએ બોમ્બ ફેંક્યા
  • આ ટાપુ પર 40 ટનનો દારૂગોળો ફેંકવામાં આવ્યો, આ વિસ્તાર મોસુલથી 80 કિમી દક્ષિણમાં છે
  • જેહાદી ફાઇટર્સનો ખાતમો બોલાવવા માટે ઈરાકની સ્પેશલ ફોર્સને અંદર મોકલવામાં આવી હતી
  • અમેરિકાની મિલિટરીનું કહેવું છે કે આ ટાપુનો ઉપયોગ ISISના આતંકીઓને સિરિયા મોકલવા ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે થાય છે
  • અમેરિકાની એરફોર્સે આ ઓપરેશન દરમિયાન હવામાં પ્લેનમાં ઇંધણ ભર્યું તેની તસવીર શેર કરી હતી

Divyabhaskar.com

Sep 11, 2019, 09:54 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક:અમેરિકાની એરફોર્સે 40 ટન લેઝર ગાઇડેડ બોમ્બ ઇરાક પાસેના કનાસ ટાપુ પર ફેંક્યા હતા. આ ટાપુ પર ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ ચાલે છે. આ કાર્યવાહી જ્યારે ચાલુ હતી ત્યારે વચ્ચેજ હવામાં પ્લેનમાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું જેની તસવીર અમેરિકાની એરફોર્સે શેર કરી છે. બોમ્બ ફેંકવા માટે અમેરિકાએ F-15 અને F-35 સ્ટીલ્થ જેટની મદદ લીધી હતી. સ્ટીલ્થ જેટ પ્લેનમાં બખતરની રચના એવી હોય છે કે ત રડાર કે ઇન્ફ્રારેડ મોજાનું પરાવર્તન અટકાવી દે છે અને આસાનીથી દુશ્મનોની પકડમાં આવતું નથી.

મધ્ય ઈરાકમાં ટિગરિસ નદી પાસે કનાસ ટાપુ છે જે મોસુલથી 80 કિલોમીટર દક્ષિણમાં છે. અહીં જેહાદીઓને છૂપાવવા માટે ખાસ બન્કર ISISએ બનાવ્યા છે. આ જગ્યાઓનો ખાતમો કરવા માટે અમેરિકાએ આ કાર્યવાહી કરી હતી. આ ઓપરેશનની માહિતી કર્નલ માયલ્સ બી કેગિન્સે ટ્વીટ કરી હતી. જેમાં તેમણે લખ્યું- દૈશથી સંક્રમિત ટાપુમાં જ્યારે અમેરિકાની એરફોર્સ 36 હજાર કિલો બોમ્બ ફેંકે ત્યારે આવો નજારો હોય છે. લેઝર ગાઇડેડ બોમ્બ ફેંકાયા ત્યારે ધડાકા બાદ ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને જાણે સફેદ વૃક્ષોની હારમાળા હોય તેવું દ્રષ્ય સર્જાયું હતું. આ ઓપરેશનમાં સેકન્ડ ઇરાકી સ્પેશલ ફોર્સીઝ બટાલિયનની કૂમકને અંદરનો વિસ્તાર ક્લિયર કરવા માટે મોકલવામાં આવી હતી. આ વિસ્તારને ISIS એક ટ્રાન્ઝીટ પોઇન્ટ તરીકે ઉપયોગ કરે છે જેનો ઉપયોગ સિરિયાથી આંતકવાદીઓને મોસુલ, કિર્કુક અને મખમોર જેવા ઈરાકી વિસ્તારમાં ઘુસાડવા માટે થાય છે.

બોમ્બીંગ થયા બાદ ઈરાકના સૈનિકો બોટમાં ટાપુ પહોંચ્યા હતા. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ગીચ જંગલ વચ્ચે દએશના છૂપવવાની શક્તિને હણવાનો હતો એવું અમેરિકાનું કહેવું છે. દએશ એક અરેબિક શબ્દ છે જેનો પ્રચલિત અર્થ છે કે જે તેના પગ નીચે કોઇને કચડી નાખે છે. ઈરાકી આતંકવાદ વિરોધી સર્વિસના પ્રવક્તાએ કહ્યું કે સંયુક્ત ભાગીદારીથી ચાલતી ફોર્સના અમારા સૈનિકો ઓપરેશન બ્લેક અર્થના ભાગરૂપે ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓપરેશનમાં હજુ ટાપુ પર જ છે જેથી વધેલા ઘટેલા ISIS આતંકવાદીઓને ખતમ કરી શકાય.

X
બોમ્બ ફેંક્યા તે સમયનું દ્રષ્યબોમ્બ ફેંક્યા તે સમયનું દ્રષ્ય
વૃક્ષોની હારમાળા જેવા ધુમાડાનું દ્રષ્યવૃક્ષોની હારમાળા જેવા ધુમાડાનું દ્રષ્ય
પ્લેન નીચે લેઝર ગાઇડેડ બોમ્બ ફીટ કરવામાં આવી રહ્યા છેપ્લેન નીચે લેઝર ગાઇડેડ બોમ્બ ફીટ કરવામાં આવી રહ્યા છે
F-35 પ્લેનને રનવે તરફ લઇ જવામાં આવી રહ્યું છે જેથી તે ઓપરેશનમાં જઇ શકેF-35 પ્લેનને રનવે તરફ લઇ જવામાં આવી રહ્યું છે જેથી તે ઓપરેશનમાં જઇ શકે
ઓપરેશન માટે અમેરિકન એરફોર્સનું પ્લેન ટેક ઓફ થયું તે તસવીરઓપરેશન માટે અમેરિકન એરફોર્સનું પ્લેન ટેક ઓફ થયું તે તસવીર
જ્યાં બોમ્બ ઝીંક્યા તે સ્થળનો મેપજ્યાં બોમ્બ ઝીંક્યા તે સ્થળનો મેપ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી