તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઈરાકમાં અમેરિકાના દૂતાવાસ, સૈન્ય બેઝ પર રોકેટોથી હુમલો, અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી હવે યુદ્ધ તરફ વધી

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગદાદમાં ગ્રીન ઝોન, એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા, પાંચ લોકો ઘવાયા
  • ઈરાનની કાર્યવાહીની આશંકા વચ્ચે અમેરિકાના તમામ શહેરોમાં એલર્ટ જારી

બગદાદ, વોશિંગ્ટનઃ અમેરિકી હુમલામાં ઇરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત પછી બીજા દિવસે શનિવારે ઇરાકમાં અમેરિકી ઠેકાણા પર હુમલા થયા. ઇરાકના અલ બાલાદ એરબેઝ પર બે રોકેટ ઝીંકાયા. અહીં મોટી સંખ્યામાં અમેરિકી સૈનિકો રોકાયેલા છે. જ્યારે બગદાદમાં અમેરિકી દૂતાવાસવાળા ગ્રીન ઝોનમાં પણ બે મોર્ટાર પડ્યા હતા. હુમલા પછી અમેરિકાએ પોતાના તમામ શહેરોમાં એલર્ટ જારી કરી દીધું છે. મોસુલમાં રાષ્ટ્રપતિ ભવન પરિસરની પાસે પણ મોર્ટાર ફેંકાયા. ઇરાકી સેનાનો દાવો છે કે એક મોર્ટાક ગ્રીન ઝોનની અંદર પડ્યું. જ્યારે બીજું ઝોનની પાસે પડ્યું. જદરિયામાં પડેલા મોર્ટારથી પાંચ લોકો ઘાયલ થયા છે. કેટલીક કારોને પણ નુકસાન પહોંચ્યું છે. દરમિયાન ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે કહ્યું કે પશ્ચિમ એશિયામાં અમેરિકાના હાજરીના અંતની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો કે સુલેમાનીએ નવી દિલ્હી અને લંડનમાં પણ આતંકી હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ખુલાસાથી ભારતની ચિંતા વધી ગઇ છે. 

જે એરબેઝ પર હુમલો થયો ત્યાં અમેરિકી સૈનિકો તહેનાત
10 સ્ક્વેર કિ.મી.માં ફેલાયેલો બગદાદનો ગ્રીન ઝોન 2003માં અમેરિકી હુમલા બાદથી આંતરરાષ્ટ્રીય ઉપસ્થિતિનું કેન્દ્ર છે. ઉચ્ચ સુરક્ષાવાળા ગ્રીન ઝોનમાં સંસદ, મંત્રાલય અને વિદેશી દૂતાવાસ છે. અલ-બાલાદ એરબેઝ પર મોટી સંખ્યામાં અમેરિકી સૈનિક રોકાયા છે. મોસુલના રાષ્ટ્રપતિ ભવનમાં પણ અમેરિકી સૈન્ય અધિકારી રહે છે.

અમેરિકાએ મિડલ ઇસ્ટમાં વધુ 3500 સૈનિક મોકલ્યા
સુલેમાનીના મોત બાદ અમેરિકા મિડલ ઇસ્ટમાં વધુ 3500 સૈનિક મોકલશે. તેઓ ઇરાક, કુવૈત તથા અન્ય ભાગોમાં તહેનાત થશે. 82મા એરબોર્ન ડિવિઝનના આ સૈનિકો પહેલેથી તહેનાત અંદાજે 650 જવાનની મદદ કરશે. આ તહેનાતી ચાલુ અઠવાડિયે જ કરાશે. અમેરિકા સાથે બદલો લેવાની ઇરાને આપેલી ધમકીને ધ્યાનમાં રાખીને પેન્ટાગોને આ પગલું ભર્યું છે.

ટ્રમ્પે કહ્યું- સુલેમાનીના મોતથી યુદ્ધ નહીં થાય
અમેરિકા દ્વારા ઇરાનના ટોચના કમાન્ડરની હત્યા બાદ વિશ્લેષકોએ ત્રીજું વિશ્વયુદ્ધ છેડાવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આવું કશું જ નથી થવાનું. તેમણે કહ્યું કે સુલેમાની સેંકડો નિર્દોષોની હત્યા માટે જવાબદાર હતો. તેના મોતથી યુદ્ધનો ખતરો નથી. અમે આ કાર્યવાહી યુદ્ધ રોકવા માટે કરી છે, યુદ્ધ શરૂ કરવા માટે નહીં.

ઈરાને મસ્જિદમાં લાલ ઝંડો ફરકાવ્યો, એટલે કે હવે યુદ્ધ
સુલેમાનીના માનમાં ઇરાનની જમકરાન મસ્જિદ પર પહેલી વાર લાલ ઝંડો ફરકાવાયો છે. આ સાફ સંકેત છે કે મોટું યુદ્ધ થવાનું છે. ઇરાન તેના પૂરા સમાજને એક એવા સંઘર્ષ ભણી લઇ જઇ રહ્યું છે કે જે અગાઉ ક્યારેય જોવા નથી મળ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો