હુમલો / અમેરિકાએ ઈરાક, સીરિયામાં ઈરાન સમર્થિત જૂથ પર હવાઈ હુમલો કર્યો, 15 લડાકુ માર્યા ગયા

અમેરિકાએ ઈરાક, સિરીયામાં ઈરાન સમર્થિત જૂથ પર હુમલો કર્યો છે (પ્રતિકાત્મક ફોટો)
અમેરિકાએ ઈરાક, સિરીયામાં ઈરાન સમર્થિત જૂથ પર હુમલો કર્યો છે (પ્રતિકાત્મક ફોટો)

Divyabhaskar.com

Dec 30, 2019, 10:46 AM IST
બગદાદઃ અમેરિકાએ ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ પર હવાઈ હુમલો કર્યો છે, જેમાં 15 જેટલા લડાકુ માર્યા ગયા છે. બે દિવસ અગાઉ એક રોકેટ હુમલામાં અમેરિકાના એક નાગરિકનું મોત થતા અમેરિકાએ આ જૂથ સામે કાર્યવાહી કરી હવાઈ હુમલો કર્યો છે. ઈરાકના એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે કે રવિવારે થયેલા આ હુમલા કરવામાં આવ્યો તે અગાઉ ઈરાકની રાજધાની નજીક આવેલા અમેરિકી સુરક્ષા દળોની છાવણી નજીક ચાર રોકેટ પડ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. તેહરાન સમર્થિક હાશેદ અલ-શાબી અર્ધસૈન્ય દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમી ઈરાકમાં અમેરિકાના હુમલામાં 15 લડાકુ માર્યા ગયા હતા. પેન્ટાગનના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કતાઈબ હિજબુલ્લાના ઈરાકી છાવણી પર હુમલાના જવાબમાં સંયુક્ત દળો, અમેરિકી સેનાએ ઈરાક અને સિરીયામાં હિજબુલ્લાની છાવણી સામે સટીક રક્ષાત્મક હુમલો કર્યો છે.
X
અમેરિકાએ ઈરાક, સિરીયામાં ઈરાન સમર્થિત જૂથ પર હુમલો કર્યો છે (પ્રતિકાત્મક ફોટો)અમેરિકાએ ઈરાક, સિરીયામાં ઈરાન સમર્થિત જૂથ પર હુમલો કર્યો છે (પ્રતિકાત્મક ફોટો)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી