તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કંગનાએ ઉર્મિલાને સોફ્ટ પોર્ન સ્ટાર કહી:ઉર્મિલા 'રંગીલા'થી સ્ટાર બની હતી, માત્ર રામ ગોપાલ વર્માની સાથે ફિલ્મ કરવાના નિર્ણયે કરિયર બરબાદ કરી નાખી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌત બોલિવૂ઼ડ સ્ટાર્સ પર ગુસ્સે થવાની એક તક છોડતી નથી. હવે તેના નિશાના પર ઉર્મિલા માતોંડકર છે. ઉર્મિલાએ બોલિવૂડમાં ડ્રગ્સ કેસ પર કંગનાની વાતોનો વિરોધ કર્યો હતો અને આ વાત કંગનાને પસંદ આવી નહોતી. આ જ કારણસર કંગનાએ ઉર્મિલાને પોર્ન સ્ટાર કહી હતી. આ સાથે જ કંગનાએ એમ પણ કહ્યું હતું કે ઉર્મિલા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ માટે બિલકુલ જાણીતી નથી. કંગનાના નિવેદનનો બોલિવૂડે વિરોધ કર્યો હતો અને ઉર્મિલાને સારી એક્ટ્રેસ ગણાવી હતી.

ઉર્મિલાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો ઉર્મિલાએ 1980માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે મરાઠી ફિલ્મ 'ઝાકોલ'માં કામ કર્યું હતું. ત્યારબાદ હિંદીમાં 'કલયુગ' તથા 'માસૂમ'માં પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.

ફિલ્મ 'માસૂમ'માં કંગના
ફિલ્મ 'માસૂમ'માં કંગના

લીડ એક્ટ્રેસ તરીકે ઉર્મિલાની પહેલી ફિલ્મ 'નરસિમ્હા' હતી. જોકે, તેને ખરી ઓળખ રામગોપાલ વર્માની ફિલ્મ 'રંગીલા'થી મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના ડિરેક્ટર રામ ગોપાલ વર્મા એક્ટ્રેસ ઉર્મિલાને પ્રેમ કરવા લાગ્યા હતા. રામુ પણ પોતાની ફિલ્મમાં માત્ર ઉર્મિલાને લેતો હતો.

એક નિર્ણયે કરિયર બરબાદ કરી
માત્ર રામગોપાલ વર્માની ફિલ્મ કરવાને કારણે ઉર્મિલાએ બીજા ડિરેક્ટર્સ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. બોલિવૂડમાં રામગોપાલ વર્મા સાથે અનેક લોકોને બનતું નહોતું અને આથી જ અનેક ડિરેક્ટર્સે ઉર્મિલાને ફિલ્મમાં લેવાનું બંધ કર્યું હતું. ધીમે ધીમે ઉર્મિલાને ફિલ્મ મળવાની બંધ થઈ હતી અને તેની કરિયર બરબાદ થઈ હતી.

રામુની સાથે ઉર્મિલાએ 13 ફિલ્મ કરી હતી
રામુની સાથે ઉર્મિલાએ 13 ફિલ્મ કરી હતી

રિપોર્ટ પ્રમાણે, એકવાર તો રામગોપાલ વર્માએ ઉર્મિલા માટે માધુરી દીક્ષિતને ફિલ્મમાંથી હટાવી દીધી હતી. પછી જ્યારે રહસ્ય ખુલ્યું તો જાણ થઈ કે રામુને ઉર્મિલા પ્રત્યે પ્રેમ છે. આ જ કારણે તે ઉર્મિલાને પોતાની દરેક ફિલ્મમાં લે છે. જોકે, ઉર્મિલાને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે રામુની પ્રપોઝલ ઠુકરાવી દીધી હતી. આટલું જ નહીં ઉર્મિલાએ રામુ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

રામુએ સાઉથ ફિલ્મમાં પણ કાસ્ટ કરી હતી
'રંગીલા' પહેલા રામગોપાલ વર્માએ ઉર્મિલાને 1992માં આવેલી તેલુગુ ફિલ્મ 'અંથમ', 'દ્રોહી' તથઆ 1993માં આવેલી ફિલ્મ 'ગાયમ'માં તક આપી હતી.

રામુની ઓફિસના એક રૂમનું નામ 'ઉર્મિલા માતોંડકર' રાખ્યું છે
રામગોપાલ વર્મા પર ઉર્મિલાનો નશો એ હદે છવાયેલો હતો કે તેમણે અંધેરી, મુંબઈ સ્થિત પોતાની ઓફિસના એક રૂમનું નામ 'ઉર્મિલા માતોંડકર' રાખ્યું હતું. રામુની ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર 15 રૂમ છે. આ રૂમ એડિટિંગ, પોસ્ટ પ્રોડક્શન, સાઉન્ડ ડિપાર્ટમેન્ટ માટે યુઝ થાય છે.

રામુ સાથે હિંદી-સાઉથ ફિલ્મમાં કામ કર્યું
ઉર્મિલાએ રામુ સાથે ટોટલ 13 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં 'અંથમ', 'દ્રોહી', 'ગાયમ', 'અંગનાગ ઓકા રાજુ' (આ તમામ તેલુગુ), 'રંગીલા', 'દૌડ', 'સત્યા', 'કૌન', 'મસ્ત', 'જંગલ', 'કંપની', 'ભૂત', 'આગ' સામેલ છે.

ઓફબીટ ફિલ્મમાં પણ જોવા મળી
રામ ગોપાલ વર્માનો સાથ છૂટ્યા બાદ ઉર્મિલાએ ઓફબીટ ફિલ્મમાં કામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 'પિંજર' તથા 'મૈંને ગાંધી કો નહી મારા' જેવી ફિલ્મ સામેલ છે. જોકે, ઉર્મિલાનો આ પ્રયાસ નિષ્ફળ થયો હતો.

9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન સાથે લગ્ન કર્યા
ઉર્મિલાએ 3 માર્ચ, 2016માં પોતાનાથી 9 વર્ષ નાના કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર મીર સાથે લગ્ન કર્યા હતા. ઉર્મિલા લાંબા સમયથી ફિલ્મથી દૂર છે. છેલ્લે તે 2018માં ફિલ્મ 'બ્લેકમેલ'માં આઈટમ નંબર 'બેવફા બ્યૂટી'માં જોવા મળી હતી.

મોહસિને ઝોયા અખ્તરની ફિલ્મ 'લક બાય ચાન્સ'માં કામ કર્યું છે
મોહસિને ઝોયા અખ્તરની ફિલ્મ 'લક બાય ચાન્સ'માં કામ કર્યું છે

રાજકારણમાં નિષ્ફળ
ઉર્મિલાએ રાજકારણમાં નસીબ અજમાવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહી હતી. 2019માં લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ બેઠક પરથી ઊભી રહી હતી. જોકે, ભાજપના ઉમેદવાર ગોપાલ શેટ્ટી સામે હારી ગઈ હતી. ચૂંટણીના પાંચ મહિના પછી ઉર્મિલાએ રાજીનામું આપી દીધું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો