તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રજુઆત:નર્મદા કિનારે જમીન ધોવાણ અટકાવવા મુખ્યમંત્રીની કલ્પસર વિભાગને તાકીદ

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિભાગ ત્વરિત અસરથી કામગીરી કરે તેવી સૂચનાથી ગ્રામજનોને હાશકારો

અંકલેશ્વરના નર્મદા કાંઠા વિસ્તારમાં થઇ રહેલું જમીન ધોવાણ અટકાવવા સબંધિત વિભાગને કાર્યવાહી કરવા સી.એમની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સહકાર મંત્રીને પત્ર લખી સીએમ દ્વારા કલ્પસર વિભાગને કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. વિભાગ દ્વારા ત્વરિત અસરથી કામગીરી કરાય તેવી સૂચનાથી ગ્રામજનો જમીન ધોવાણ અટકવવાની આશા જીવંત બની છે. નર્મદા નદીમાં આવેલા પૂરમાં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તારમાં ગોલ્ડન બ્રિજથી લઇ કોયલી -ધંતુરીયા સુધીમાં હજારો એકર જમીનનું ચાલુ વર્ષે ધોવાણ થયું છે. એટલું જ નાની બોરભાઠા બેટ પાસે 5 વર્ષ પૂર્વે બનાવેલા ગેબીયન વોલના પથ્થરો પણ જમીનમાં ગરક થઇ જતા ત્યાં ફરી જમીન ધોવાણ શરૂ થયું છે. જેને લઇ બોરભાઠા ગામના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો છે તો સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર અલ્લુ વિસ્તારમાં પણ પથ્થરોની ગેબીયન વોલ તૂટી જતા રોડ સુધી ધોવાણ આવી ગયું છે જે ગામને ગમે ત્યારે માર્ગ વ્યવહારથી વિખૂટું પાડી શકે છે.

આ અંગે સ્થાનિક ખેડૂતોની રજુઆત ને લઇ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્યના સી.એમ ને લેખિત રજૂઆત કરી હતી. જે અંગે 17 ઓક્ટોબરના રોજ સી.એમ વિજય રૂપાણીએ ભાડભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફના ડાબા બાજુના પૂર રક્ષણ પાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સબંધિત વિભાગના સચિવ જળસંપત્તિ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને તાકીદ કરી કામગીરી ત્વરિત અસરથી કરવા તાકીદ કરી હતી. જે અંગે પત્ર રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને જાણ કરવા મોકલી આપવામાં આવ્યો હતો. સી.એમ વિજય રૂપાણી દ્વારા જમીન અટકાવા માટે કરવામાં આવેલી તાકીદથી સ્થાનિક ખેડૂતોના જમીન ધોવાણ અટકશે તેવી નવી આશાનો સંચાર થયો છે. વહેલી તકે આ કામગીરી શરૂ થાય તેવી આશા સાથે મિત માંડી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો