ફ્લિપકાર્ટ સેલ / ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને કપડાં પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ, હોમ ફર્નિચરની રેન્જ માત્ર ₹ 59થી શરૂ

Up to 80% discount on electronic items and clothing on Flipkart sale

Divyabhaskar.com

Jul 01, 2019, 11:16 AM IST

ગેજેટ ડેસ્ક. ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પર આજથી ફ્લિપ સ્ટાર્ટઅપ સેલ શરૂ થઈ ચૂક્યો છે. આ સેલ 3 જુલાઈ સુધી ચાલવાનો છે. સેલમાં ફેશન, ઈલેક્ટ્રોનિક, ગેજેટ્સ, સ્નાર્ટફોન, એસેસરીઝ, હોમ એપ્લાયન્સીસ જેવી અનેક પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ દરમિયાન કસ્ટમર્સને નો કોસ્ટ ઓફ ઈએમઆઈનો ઓપ્શન પણ મળી રહેશે. ઈલેક્ટ્રોનિક્સ અને એસેસરીઝ પર 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઓછી કિંમતે લેપટોપ ખરીદવાની તક

આ સેલ દરમિયાન લેપટોપ પણ ઉપલબ્ધ છે. સેલમાં સામેલ લેપટોપની રેન્જ રૂપિયા 33,990થી શરૂ થાય છે, જેમાં આસુસ, એપલ મેકબુક, એચપી, લેનોવો જેવી અનેક કંપનીઓનાં લેપટોપ 4GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં મળી રહેશે. આ તમામ લેપટોપ વિન્ડોઝ 10 હોમ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. 14-ઈંચની સ્ક્રીન વાળા આ લેપટોપનું વજન પણ 1.5 કિલો છે. સેલ દરમિયાન એપલ મેકબુક એર કોર i5 5th Gen જે રૂપિયા 64,990માં ખરીદી શકાશે. તેમા 8GB રેમ અને 128GB સ્ટોરેજ મળશે. સિટી બેન્કનાં ક્રેટિડ અને ડેબિટ કાર્ડ પરથી પ્રોડક્ટ ખરીદનારને 10 ટકા સુધી વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

કપડાં પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ

  • ફ્લિપકાર્ટ ફેશન રેન્જમાં 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલમાં મિનિમમ ડિસ્કાઉન્ટ 50 ટકા સુધી મળશે. સાથે હોમ ફર્નિશિંગ રેન્જ માત્ર 59 રૂપિયાથી શરૂ થાય છે. હેડફોન્સ અને સ્પીકર્સમાં પણ 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
  • એપલ વૉચ સિરીઝ 3GPSની શરૂઆતની રેન્જ 25,900 રૂપિયા છે. તો શાઓમીની 10,000 mAhની પાવરબેન્ક રૂપિયા 899માં ખરીદી શકાશે.
X
Up to 80% discount on electronic items and clothing on Flipkart sale

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી