તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Unique Sevayagna In The Time Of Koro In Maharashtra, Dr. At The Age Of 87, Dandekar Treats By Riding A Village Bicycle

ભાસ્કર વિશેષ:મહારાષ્ટ્રમાં કોરોના કાળમાં અનોખો સેવાયજ્ઞ, ડૉ. દાંડેકર 87 વર્ષની ઉંમરે ગામેગામ સાઈકલ પર જઈને સારવાર કરે છે

નાગપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડૉ. દાંડેકર નાગપુર હોમિયોપથી કોલેજમાંથી 1957-58માં ડિપ્લોમા કર્યું હતું. અંતરિયાળ વિસ્તારના દર્દીઓની સારવાર માટે તેઓ બસ અને ગામોમાં મૂકેલી સાઈકલોનો ઉપયોગ કરે છે.
  • ફી લીધા વિના હોમિયોપથી અને આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓને સાજા કરે છે

ઉંમર 87 વર્ષ. વ્યવસાય હોમિયોપથી અને આયુર્વેદિક ડૉક્ટર. કામ- જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર કરવાનું. તેમનું નામ છે ડૉ. રામચંદ્ર દાંડેકર. કોરોના મહામારી વૃદ્ધોને ઘરમાં જ રહેવાની અને સતર્ક રહેવાની સલાહ અપાઈ છે, ત્યારે મૂળ ચંદ્રપુર જિલ્લાના મૂળ ગામના રહેવાસી ડૉ. દાંડેકર અંતરિયાળ વિસ્તારોના ગામોમાં જઈને દર્દીઓની સારવાર કરવાનું ઉદાહરણીય કામ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં તેઓ પોતાના નિવાસસ્થાન મૂળ ગામથી પોમ્ભુરના અને બલ્લારશાહ તાલુકામાં 10 કિ.મી. સુધી સાઈકલ લઈને જાય છે. તેઓ છેલ્લા 60 વર્ષથી કોઈ ફી લીધા વિના ઘરે ઘરે જઈને દર્દીઓની સારવાર કરે છે. કોવિડ-19 મહામારીનો ભારતમાં પ્રવેશ થયો ત્યારે પણ તેમણે ઘર બહાર નીકળવાનું બંધ કર્યું ન હતું. આ અંગે ડૉ. દાંડેકર કહે છે કે, કોરોના કાળમાં પણ મારી દિનચર્યામાં કોઈ ફર્ક નથી પડ્યો. હું ગામડામાં જઈને લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવા માંગુ છું.

ડૉ. દાંડેકર નાગપુર હોમિયોપથી કોલેજમાંથી 1957-58માં ડિપ્લોમા કર્યું હતું. અંતરિયાળ વિસ્તારના દર્દીઓની સારવાર માટે તેઓ બસ અને ગામોમાં મૂકેલી સાઈકલોનો ઉપયોગ કરે છે. જો પાછું આવવામાં મોડું થાય તો તેઓ ગામમાં જ કોઈના ઘરે રોકાઈ જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો