તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:કેનેડામાં રહેતા ગુજરાતી પરિવારની ઔરા વ્યાસની અનોખી સિદ્ધિ, 4 વર્ષની ઉંમર અને 2.62 ફૂટ લાંબા વાળનો રેકોર્ડ

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીરમાં ઔરા વ્યાસ.

મૂળ અમદાવાદના પણ કેનેડામાં રહેતા ગુજરાતી પરિવારની 4 વર્ષની ઔરા વ્યાસે તેના સૌથી લાંબા હેરને લઈને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. 4થી 6 વર્ષની કેટેગરીમાં તેનો રેકોર્ડ નોંધાયો છે. ઔરા 2.62 ફૂટ ધરાવે છે. ઔરાના પિતા યશ વ્યાસ અને મધર જાનકી વ્યાસ કેનેડાના વેંનકુંવરમાં રહે છે. કિડ્ઝ વર્લ્ડ રેકોર્ડ બુકમાં તેને સૌથી લાંબા વાળ ધરાવતી છોકરી તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત 4 વર્ષની આ છોકરી ડાન્સ અને સિંગિંગનો પણ શોખ ધરાવે છે અને પઝલ સોલ્વિંગ અને પેઈન્ટિંગ પણ કરી જાણે છે.

કેનેડાથી સિટી ભાસ્કર સાથે વાત કરતા ઔરાના પિતા યશ વ્યાસે કહ્યું કે, ‘ઔરા જ્યારે જન્મી ત્યારે જ વધારે વાળ (10.સેમી) સાથે જન્મી હતી. ત્યારે અમને બધાને આશ્ચર્ય થયું હતું કે આટલી નાની દિકરીના આટલા સારા વાળ કઈ રીતે હોય શકે. પછી તે જેમ-જેમ મોટી થતી ગઈ તેમ-તેમ તેના વાળનો ગ્રોથ પણ વધવા લાગ્યો અને માત્ર 4 વર્ષની વયે જ તે સૌથી વધારે લાંબા વાળ ધરાવતી છોકરી બની ગઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો