પોલીસનો (અ)વિશ્વાસ / સાઈબર ક્રાઈમનો ભોગ બનેલાઓની FIR નોંધવા ઠાગાઠૈયા કરતા પોલીસે અમિત શાહના આગમન પહેલાંના માત્ર 62 કલાકમાં 40થી વધુ ફરિયાદો નોંધી

Union Home Minister Amit Shah launches viswas  its monitor every activity at 41 places including 34 district stations and 7 tourist destinations in guajrat
Union Home Minister Amit Shah launches viswas  its monitor every activity at 41 places including 34 district stations and 7 tourist destinations in guajrat

  • ગુજરાતના શહેરો, જિલ્લા વડા મથકો અને પર્યટન સ્થળોએ ચુસ્ત સુરક્ષા મળશે
  • 34 જિલ્લાઓના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને રાજ્યના સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર
  • અમિત શાહે સાઈબર ક્રાઈમને નાથવા આશ્વસ્ત અને વીડિયો ઈન્ટિગ્રેશન આધારિત સલામતીનો વિશ્વાસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
  • રમખાણો તરીકે ઓળખાતું ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું : શાહ

Divyabhaskar.com

Jan 12, 2020, 05:16 AM IST
ગાંધીનગર: સામાન્ય રીતે કોઈ નાગરિક પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં જાય તો તેની અપેક્ષાથી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધતી નથી પરંતુ માત્ર અરજી લેતી હોય છે. પરંતુ કેટલાય દિવસોથી ફરિયાદ નોંધાવવાની રાહ જોઈ રહેલા સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા અરજદારોના નસીબ અચાનક ખુલી ગયા જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના હતા. એક અંદાજ પ્રમાણે છેલ્લા ચાર દિવસમાં 40થી વધુ સાઈબર ક્રાઈમની ફરિયાદો અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ઉપરાંત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાઈબર ક્રાઈમ એપ લોન્ચ કરવા આવવાના હોઈ કવાયત હાથ ધરાઈ હોવાનું ચર્ચાય છે.

સાયબર ક્રાઇમ પોલીસનો ભાર ઓછો થશે
શહેરમાં સાઈબર ક્રાઈમની વધતી ઘટનાઓને પગલે અલાયદુ સાઈબર સેલ ખોલવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનનો દરજજો આપી દેવાયો હતો. અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ કર્મચારીઓને સાઈબર ક્રાઈમના ગુના ડિટેક્ટ કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી જેથી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર કામનું ભારણ રહે નહીં. જો કે બનતું એવું કે સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે તો તેમને જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહેવાતું અથવા તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તેમની અરજી લઈ લેવામાં આવતી હતી.

પોલીસે સામેથી બોલાવી ફરિયાદ દાખલ કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાજયની મુલાકાત સાઈબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો માટે આર્શીવાદરૂપ પુરવાર થઈ છે. અરજદારો જે ઘણા ધકકા ખાઈને કંટાળ્યા હતા, તેને પોલીસે સામેથી બોલાવી ફરિયાદ નોંધવાનું શરૂ કર્યુ છે. અગાઉ અરજીના કામે ચાલતી તપાસ હવે પોલીસ ફરિયાદમાં તબદીલ થતા સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોમાં ગુમાવેલા નાણાં પાછા મળવાની આશા ઉજળી બનતા ખુશીનો માહોલ સર્જાયો છે.

અરજદારો પર વિશ્વાસ બેઠો તેનું કારણ ‘વિશ્વાસ’!
સામાન્ય નાગરિક પહેલી વખત પોલીસ સ્ટેશને જાય તો તેની વાત પર વિશ્વાસ કરવામાં આવતો નથી, અથવા તો તે સાચુ બોલે છે કે ખોટુ તે માટે અમુક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અરજદારને એફિડેવિટ કરાવ્યા બાદ તેની અરજી કે ફરિયાદ લેતા હોય છે. જો કે આવા અવિશ્વાસના વાતાવરણમાં અરજદારો પર પોલીસને વિશ્વાસ બેઠો હોય તેમ મોટાભાગની અરજીઓને હવે એફઆઈઆરમાં તબદીલ કરવાનું મુખ્ય કારણ ’’ વિશ્વાસ’’ હોવાનું ચર્ચાય છે.

સાઈબર ગુનાખોરી માટે આશ્વસ્ત પ્રોજેક્ટ ઉપયોગી
સાઈબર ક્રાઈમને અટાવકી એપ્સનું લોકાર્પણ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,1980-90ના દાયકામાં કોમી રમખાણોના રાજ્ય તરીકે ઓળખાતું ગુજરાત આજે વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ટેક્નોલોજીથી સુરક્ષા આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ કરી હતી. વિશ્વાસ પ્રોજેક્ટથી સીસીટીવીના માધ્યમથી પોલીસની નજર રહેશે અને સાઈબર ક્રાઈમ અટકાવવા આશ્વસ્ત પ્રોજેક્ટ ઉપયોગી થશે.

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પાયલોટ પ્રોજેક્ટ થયો હતો
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 2013-14માં લોકોની સલામતી અને સુરક્ષા માટે રાજ્યના ત્રણ મોટા શહેરોમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. તેમાં અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં સીસીટીવી કેમેરા આધારિત પ્રોજેક્ટ શરૂ કરાયા હતા. આ યોજનાને વિસ્તારીને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ નામનો રાજ્યભરમાં લાગૂ કરાયો છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના 34 જિલ્લા મથકો અને 7 પર્યટક સ્થળો મળીને 41 શહેરોમાં એડવાન્સ એનાલિટિક્સ આધારિત સીસીટીવી કેમેરા આધારિતને પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
VISWAS પ્રોજેક્ટની ફેક્ટ ફાઈલ
1256 જંકશન પર 7 હજારથી વધુ કેમેરા લાગશે
34 ડિસ્ટ્રિક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( નેત્રમ ) સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( ત્રિનેત્ર) સાથે જોડાશે
સક્રિય ટ્રાફિક મેનેજમેન્ટ અને નિયંત્રણ
ક્રાઇમ/ઘટનાની તપાસ અને વીડિયો ફોરેન્સિક્સ
ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટથી પોલીસની કાર્યક્ષમતામાં વધારો થશે
માર્ગ સલામતી અને અર્બન મોબિલિટી
મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓને સુરક્ષિત બનશે
ગુજરાતના તમામ શહેરો, જિલ્લા વડામથકો અને પર્યટન સ્થળોએ ચુસ્ત સુરક્ષા મળશે
સમગ્ર પ્રાજેક્ટથી અનેકવિધ કાર્યક્રમ
VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ટાયર-2 અને ટાયર -3 શહેરોને આવરી લેવા સીસીટીવી કેમેરા આધારિત સલામતી અને Integrated Traffic Management System (આઇટીએમએસ) સ્થાપિત કરવામાં આવશે. ફેસ-1માં જિલ્લાઓની પોલીસ અધિક્ષક કચેરીઓમાં 34 કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર બનાવેલા છે. જેમાં7 હજારથી વધુ કેમેરાઓ 41 શહેર (34 જિલ્લા મથક + 6 યાત્રા ધામ+ 1 SoU) ને આવરી લે છે. મહત્વપૂર્ણ એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, કી ટ્રાફિક જંકશન અને વ્યૂહાત્મક સ્થાનોનું મોનિટરિંગ એડવાન્સ એનાલિટિક્સ ટૂલની મદદથી 34 જિલ્લાઓના કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતે અને રાજ્યના સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ ખાતે કરવામાં આવે છે. ઉપરોક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ ટ્રાફિક મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ, ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન, ઘટના પછીની તપાસ, સ્ટ્રિટ્સની સલામતી, રિસોર્સ પ્લાનિંગ અને ડિપ્લોયમેન્ટ, વીડિયો ફોરેન્સિક્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી વિવિધ કાયદા અમલીકરણની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.
વાહનોના ઈચલન સહિતની કામગીરી
દરેક જિલ્લાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર - CCC (નેત્રમ) અને રાજ્ય કક્ષાના સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર SCCC (ત્રિનેત્રમ)માં વાહનની ઓળખ માટે ANPR અને E-Challansને VAHAN અને SARTHI ડેટાબેઝ સાથે Integrate કરવામાં આવેલા છે. આ નેટવર્ક ગુજરાત સરકારના Cyber Treasury ડિપાર્ટમેન્ટ સાથે integrated છે. આ ઉપરાંત E-Challansના ઓન લાઈન પેમેન્ટ માટે ડેબિટ / ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગની સુવિધા અપાયેલી છે. આ સિસ્ટમના સીસીટીવી કેમેરા 24x7x365 નજર રાખવા સક્ષમ હોવાથી આ સિસ્ટમ એ Force Multiplier Effect પ્રાપ્ત કરી છે. પોલીસની કાર્યક્ષમતા, ગુનાખોરી નિવારણ અને તપાસ, તપાસની ગુણવત્તા અને urban mobilityમાં એકંદર સુધારણા કરવામાં મદદ કરી છે. નોન-ઈન્ટ્રુસિવ ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટથી police intervention, allegations of corruption, abusive police behaviour and high handednessમાં ઘટાડો થવાથી નાગરિકોમાં સંતોષ છે.
આ ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ ગુજરાત સરકારના ગૃહ વિભાગની એક મોટી પહેલ છે. આ પ્રોજેક્ટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ‘સુરક્ષા સેતુ’ , કમ્યુનિટિ પોલીસિંગ પ્રોગ્રામ, NHAI અને અન્ય એજન્સીઓને સાથે integrated છે. તે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શેરીઓને સુરક્ષિત બનાવે છે અને શહેરી કેન્દ્રોમાં રસ્તાની સુરક્ષામાં સુધારો થયો છે.
વિશ્વાસ પ્રોજેક્ટથી શું ફાયદા થશે
1. નાગરિકો:
વિશ્વાસ પ્રોજેક્ટના મુખ્ય લાભાર્થીઓ મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો, માર્ગ વપરાશકારો સહિતના નાગરિકો છે, કારણ કે આ પ્રોજેક્ટ ગુનેગારોની હિલચાલ પર નજર રાખે છે. લોકો ની સુરક્ષામાં વધારો કરે છે તેમજ ગુનાની ઘટનાઓને ઘટાડે છે અને મહત્વપૂર્ણ ઘટનાઓ, રેલીઓ, મેળાઓ અને તહેવારો દરમિયાન ટ્રાફિકની મુવમેન્ટને અવિરત બનાવી ટ્રાફિક મેનેજમેન્ટમાં મદદ રૂપ થાય છે. જાહેર સ્થળોએ નાગરિક વર્તણૂંક, જાહેર અને ખાનગી મિલકતોની સલામતી, નાગરિકો સાથે પોલીસ વર્તણૂંકમાં સુધારો થશે.
2. પોલીસ:
સીસીટીવી કેમેરા આધારિત સિસ્ટમ ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટમાં ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ્સ અને ટ્રાફિક બ્રિગેડના પ્રયત્નોને પૂરક બનાવેલા જેના પરિણામે ફોર્સ મલ્ટીપ્લાયર ઈફેક્ટ જોવા મળેલું છે. નોન ઈન્ટ્રુસિવ ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ પદ્ધતિથી માણસ અને પોલીસ વચ્ચે જંક્શન પર ઇન્ટરવેન્શન ઓછું થવાથી તણાવ ઓછો થયો છે. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, ડિટેક્શન અને પ્રેવેશનમાં વીડિયો એનાલિટિક્સ અને વીડિયો ફોરેન્સિક ટૂલ પોલીસને મદદરૂપ થાય છે. વાહન ચોરીના કેસોમાં વાહન શોધવા, ગુના આયોગમાં વપરાતા વાહનોની ઓળખ કરવા, ગુનેગારોની ઓળખ અને ધરપકડ કરવા, અદાલતમાં ફોજદારી કાર્યવાહી માટે વીડિયો ફોરેન્સિક પુરાવા કરવા માટે પોસ્ટ ઇન્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન ટૂલ ઉપયોગી છે. વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી નાગરિક સેવાઓની કાર્યક્ષમતા, અસરકારકતા અને ગુણવત્તામાં સુધારો થશે.
3. ગુજરાત સરકારના અન્ય વિભાગો:
વિશ્વાસ પ્રોજેક્ટ ટોલ પ્લાઝાના દેખરેખ, બ્લેક સ્પોટની ઓળખ, ટ્રાફિકના વોલ્યૂમના મૂલ્યાંકન વગેરે માટે માર્ગ અને મકાન વિભાગને મદદરૂપ થશે. આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટનો ઉપયોગ નગરપાલિકાઓ દ્વારા શહેરી વિકાસ વિભાગ હેઠળ કચરો સાફ કરવા, રોડ ઇજનેરી, વગેરે પર નજર રાખવા માટે કરવામાં આવે છે. તંદપરાંત વિશ્વાસ પ્રોજેક્ટનો ઉપયોગ મહિલાઓ અને બાળ સલામતી, ગુમ થયેલ મહિલા અને બાળ ટ્રેકિંગને વધારવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીએસડીએમએ) અને મહેસૂલ વિભાગ માર્ગ અકસ્માતો, કોઈપણ કુદરતી / માનવ આપત્તિના કિસ્સામાં બચાવ અને રાહત કામગીરીના સંકલન માટે વિશ્વાસ પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
4. પ્લાનિંગ અને પોલિસી મેકર:
વિશ્વાસ પ્રોજેક્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તાઓ પર વાહનોની ગણતરી, રોડ યુસર બિહેવિયર, ટ્રાફિક એન્જિનિયરિંગ, ટ્રાફિક ઉલ્લંઘન ટ્રેન્ડ એનાલિસિસ વગેરે માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તે સંબંધિત વર્ષ / મહિના / તારીખમાં નોંધાયેલા બનાવોના આધારે વિવિધ વાર્ષિક ઇવેન્ટ્સના આયોજન માટે પણ ઉપયોગી છે.

X
Union Home Minister Amit Shah launches viswas  its monitor every activity at 41 places including 34 district stations and 7 tourist destinations in guajrat
Union Home Minister Amit Shah launches viswas  its monitor every activity at 41 places including 34 district stations and 7 tourist destinations in guajrat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી