ગાંધીનગર / રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો

  • શાહે ગાંધીનગરથી અન્ય રેલવે સ્ટેશનો પર પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ કર્યું
  • 100 ફૂટની ઊંચાઈ પર 30 ફૂટ X 20 ફૂટનો રાષ્ટ્ર ધ્વજ હવે રોજ લહેરાતો રહેશે

Divyabhaskar.com

Jan 11, 2020, 07:16 PM IST
ગાંધીનગર: પીપીપી ધોરણે ડેવલપ થઈ રહેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર પણ અમદાવાદ સહિતના સ્ટેશનોની જેમ 100 ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શનિવારે આ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર 100 ફૂટની ઊંચાઈ પર 30 ફૂટ X 20 ફૂટનો રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. આજથી આ રાષ્ટ્રધ્વજ કાયમ માટે ફરકતો રહેશે. આ ઉપરાંત અમિત શાહ જીટીયુના પદવીદાન સમારંભમાં પણ હાજરી આપશે.
પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ
અમિત શાહ આ ઉપરાંત અન્ય રેલવે સ્ટેશનો પર પેસેન્જર સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. અન્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. જેમાં સાણંદ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3નો વિસ્તાર કરવાની સાથે પેસેન્જરો સરળતાથી ટ્રેનમાં ચઢી શકે તે માટે તેને હાઈલેવલનું બનાવવામાં આવ્યું છે. છારોડી રેલવે સ્ટેશનો પ્લેટફોર્મ નંબર-1 લોકોની સુવિધા માટે હાઈલેવલનો તૈયાર કરાયો છે.
સ્ટેશનો પર ફ્રી વાઈફાઈ
અમિત શાહ સાબરમતી, ગાંધીનગર, ખોડિયાર, અંજાર, રખિયાલ સ્ટેશન પર ફ્રી વાઈફાઈ સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. સાબરમતી સ્ટેશન પર ઈલેક્ટ્રોનિક ચાર્ટ ડિસ્પ્લે તેમજ કલોક સ્ટેશન પર પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, કોચ ગાઈડન્સ ડિસ્પ્લે બોર્ડ, કમ્પ્યુટરાઈઝ ટ્રેન ઇન્ફર્મેશન સિસ્ટમ સહિત અન્ય સુવિધાનું લોકાર્પણ કર્યું હતું.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી