• Home
  • Utility
  • Under the reverse mortgage loan scheme, SBI and PNB Bank will give you pension after the age of 60.

લોન / ‘રિવર્સ મોર્ગેજ લોન’ સ્કીમ હેઠળ SBI અને PNB બેંક તમને 60 વર્ષની ઉંમર બાદ પેન્શન આપશે

Under the reverse mortgage loan scheme, SBI and PNB Bank will give you pension after the age of 60.

  • રિવર્સ મોર્ગેજ લોનમાં બેંક તમારું ઘર ગિરવે રાખે છે, દર મહિને પૈસા આપે છે
  • આ લોન લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે

Divyabhaskar.com

Feb 15, 2020, 02:56 PM IST

યુટિલિટી ડેસ્ક. જેમ જેમ ઉંમર વધે છે તેમ કામ કરવાની કાર્ય ક્ષમતા ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં ઘર કેવી રીતે ચલાવવું તે સૌથી મોટી ચિંતાનું કારણ બની જાય છે. મોટાભાગના લોકો ઘર ખરીદવા માટે પોતાની બધી જ બચતનું રોકાણ કરી દેતા હોય છે, ત્યારબાદ તેમની પાસે રિટાયરમેન્ટ બાદ નિયમીત આવકનો કોઈ સ્ત્રોત રહેતો નથી. જો તમે પ્રાઈવેટ કર્મચારી છો, અને તમને ભવિષ્ય માટે પેન્શનની ચિંતા છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂરત નથી. રિટાયરમેન્ટ બાદ જો તમારી પાસે ઘર હોય તો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) પોતાની આ સ્કીમ હેઠળ તમને પેન્શન આપશે.

કેવી રીતે જીવનભર પેન્શન મળશેઃ ભારતમાં રિવર્સ મોર્ગેજ લોન વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. ઘણા સિનિયર સિટીઝનને આ સ્કીમ વિશે જાણકારી જ નથી હોતી અથવા તેમના પરિવારના લોકો તેમનો ખર્ચ ઉઠાવતા હોય છે જેથી સિનિયર સિટીઝનને આવી લોન લેવાની જરૂર જ નથી પડતી.

રિવર્સ મોર્ગેજ લોન શું છે?
રિવર્સ મોર્ગેજ લોન માટે આપણે એક હોમ લોનનાં ઉદાહરણથી સમજીએ. ઘરના તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાથી આપણને હોમ લોન મળી જાય છે. પછી એ લોન ચૂકવવા માટે દર મહિને હપ્તા ભરવા પડે છે. જેને EMI (ઈક્વેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ) કહેવાય છે. આ જ રીતે રિવર્સ મોર્ગેજ લોનમાં બેંક તમારું ઘર ગિરવે રાખી લે છે. પછી દર મહિને તમને પૈસા આપતી રહે છે. અરજદારનું જ્યારે મૃત્યુ થઈ જાય તો એ ઘર બેંકનું થઈ જાય છે.

કોણ લઈ શકે છે આ સ્કીમનો ફાયદોઃ
તે કાર લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોનથી એકદમ અલગ છે. આ લોન લેવા માટે 60 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી છે. જ્યારે મહિલાઓ માટે 58 વર્ષની ઉંમર હોવી જરૂરી છે.

આ રીતે દર મહિને પૈસા મળે છે

આ સ્કીમ હેઠળ માલિકે બેંકને પૈસા પરત આપવા નથી પડતા. બેંક તમારું ઘર ગિરવે મૂક્યા બાદ દર મહિને તમને પૈસા આપતી રહે છે. પૈસા દર મહિને કેટલા મળશે એ ઘરની કિંમત પર આધાર રાખે છે. આ સ્કીમ અંતર્ગત બેંક 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને લોન આપે છે. કેટલીક બેંક છે જે 72 વર્ષની ઉંમર વટાવ્યા પછી આ લોન નથી આપતી. આ લોન 15 વર્ષ માટે જ મળે છે. જો પતિ-પત્ની બંને લોકો આ લોન માટે અરજી કરે છે તો પતિની ઉંમર 60 વર્ષ અને પત્નીની ઉંમર 58 વર્ષ હોવી જરૂરી છે.

દર મહિને કેટલા પૈસા મળશેઃ તમને દર મહિને કેટલા પૈસા મળશે, તે ઘરની કિંમત પર આધાર રાખે છે. ઘરની કિંમત પર 60% સુધી લોન મળી શકે છે. આ સાથે જ માલિક પોતાના ઘરમાં તો રહી જ શકે છે. રિવર્સ મોર્ગેજ સ્કીમ હેઠળ પોતાનું ઘર ગિરવે મૂકતી વ્યક્તિના મૃત્યુ પછી ઘર બેંકનું થઈ જાય છે. પરંતુ જો વ્યક્તિના પરિવારજનો એ ઘર લેવા ઈચ્છે તો એ ઘરની કિંમત ચૂકવીને બેંક પાસેથી ઘર પરત મેળવી શકે છે.


આ લોન કોણા માટે ઉપયોગીઃ
આ લોન વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી છે કે જેમની સંભાળ રાખવા માટે કોઈ નથી. પરિવારમાં તેમના બાળકો તેમનાથી અલગ રહેતા હોય. ઉપરાંત ખર્ચ કરવા માટે પૈસા પણ ન આપતા. અથવા તમે એકલા છો, અને તમે કોઈ પેન્શન યોજના લીધી નથી. આવી સ્થિતિમાં જો કોઈ વરિષ્ઠ નાગરિક નિરાધાર થઈ જાય છે, તો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે રિવર્સ મોર્ગેજ લોન આર્થિકરૂપે ફાયદાકારક સાબિત થાય છે.


X
Under the reverse mortgage loan scheme, SBI and PNB Bank will give you pension after the age of 60.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી