તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IRCTC ‘વિકલ્પ સ્કીમ’ અંતર્ગત મુસાફરોને વૈકલ્પિક ટ્રેનમાં એક વૈકલ્પિક બર્થ આપવામાં આવશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IRCTC ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે વિકલ્પ યોજના લઈને આવી છે
  • મુસાફરોને વૈકલ્પિક ટ્રેનમાં એક વૈકલ્પિક બર્થ અચૂક મળી જ જશે
  • સીટ/બર્થ કન્ફર્મ થયા બાદ વૈકલ્પિક ટ્રેનમાં બર્થ/ટ્રેનની સ્થિતિ અનુસાર કેન્સલેશન ચાર્જ વસૂલવામાં આવશે

ટ્રાવેલ ડેસ્ક. ‘ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન’ (IRCTC) ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે વિકલ્પ યોજના લઈને આવી છે. ‘IRCTC વિકલ્પ સ્કીમ’ અંતર્ગત મુસાફરોએ કોઈપણ રૂટ પરની બે ટ્રેનમાંથી સીટોની ખાતરી કરવી પડશે.  જોકે આ જાહેરાતની સાથોસાથ IRCTCએ એવી પણ ચોખવટ કરી છે કે વિકલ્પ સ્કીમ માટે પસંદગી કરવાનો અર્થ એ નથી કે મુસાફરોને વૈકલ્પિક ટ્રેનમાં એક વૈકલ્પિક બર્થ અચૂક મળી જ જશે, કારણ કે તે ટ્રેન અને બર્થની ઉપલબ્ધતાને આધિન છે.


IRCTC Vikalp પસંદ કરનાર યાત્રીઓને મૂળ ટ્રેનના સુનિશ્ચિત પ્રસ્થાનથી 30 મિનિટથી 72 કલાકની વચ્ચે ચાલતી એક વૈકલ્પિક ટ્રેનમાં સ્થાનાંતરિત કરી શકાય છે. ત્યારબાદ બોર્ડિગ અને મુસાફરીનાં આખરી સ્ટેશન પાસેનાં કોઈ સ્ટેશનોમાંથી કોઈની પસંદગી કરી શકાય છે. તે ઉપરાંત મુસાફરોને રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરતાં પહેલાં ટિકિટ બુકિંગ હિસ્ટ્રી લિંક દ્વારા ટ્રેન ટિકિટ બુક કર્યા બાદ વિકલ્પ સ્કીમ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.


IRCTC Vikalp સ્કીમ છેલ્લી ઘડીએ ટિકિટ મેળવવા કે મુસાફરી કરવા ઈચ્છતા તમામ મુસાફરો માટે એક સારો ઓપ્શન બની શકે છે. IRCTC એક વખત સીટ/બર્થ કન્ફર્મ થયા બાદ વૈકલ્પિક ટ્રેનમાં બર્થ/ટ્રેનની સ્થિતિ અનુસાર કેન્સલેશન ચાર્જ વસૂલે છે.
IRCTC Vikalp સુવિધા દ્વારા એક વખત વૈકલ્પિક સીટ આપ્યા બાદ મુસાફરોને યાત્રા બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. યાત્રી માત્ર ટિકિટને કેન્સલ કરી શકે છે અને તેમની જરૂરિયાત મુજબ નવી ટિકિટ બુક કરાવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો