• Home
  • National
  • Uncontrolled car hits bicycle, motorcycle and parked car, 5 injured

હરિયાણા / બેકાબૂ ગાડીએ સાઇકલ, મોટરસાઇકલ અને પાર્ક થયેલી કારને ટક્કર મારી, 5 ઘાયલ

બેકાબૂ બનેલી કારનો વીડિયો સામે આવ્યો છે

  • સાઇકલ પરથી વ્યક્તિ ઉતરે તે પહેલા કાર તેમને ટક્કર મારીને ફંગોળાઇ ગઇ

Divyabhaskar.com

Jan 12, 2020, 04:27 PM IST
નેશનલ ડેસ્ક :આ વીડિયો હરિયાણાના યમુના નગર વિસ્તારનો છે. અહીં અચાનક એક બેકાબૂ બનેલા ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર સર્પાકારે ટર્ન લઇને રસ્તા પર દોડવા લાગી હતી. સૌથી પહેલા તે એક સાઇકલ સવારને અડફેટે લે છે. ત્યાં બે વ્યક્તિ હતી. સાઇકલ પરથી તે ઉતરે તે પહેલા આ કાર તેમને ટક્કર મારીને ફગાવી દે છે. ત્યારબાદ ત્યાંથી ડાબી બાજુએ બેકાબૂ ટર્ન લઇને ઝાડ પાસેથી વળાંક લેતી તે એક પાર્ક થયેલી કારને ટકરાઇને ઉભી રહી જાય છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી