• Home
  • Local
  • Gujarat
  • Surat
  • Uncontrollable dumper break divider and Infiltrate into shop near navjivan circle in surat , cut the cabin from the cutter and pulled the driver out.

સુરત / ડમ્પર દુકાનમાં ઘુસી જતાં ડ્રાઇવર સીટ અને સ્ટિયરિંગ વચ્ચે ફસાયો, કટરથી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો

વાહનોની અવર-જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી

  • ડમ્પરે અન્ય એક ડમ્પરને પણ ટક્કર મારતા ડિવાઈડર પર ચડી ગયું હતું
  • પોલીસે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો
  • નવજીવન સર્કલ પાસે વહેલી સવારે બનેલી ઘટના

Divyabhaskar.com

Feb 27, 2020, 05:14 AM IST

સુરતઃ ઉધના મગદલ્લા રોડ પર પુરપાટ ઝડપે પસાર થતા ડમ્પરના ચાલકે નવજીવન સર્કલ પાસે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર એક બંધ દુકાનનું શટર તોડી અંદર ઘુસી ગયું હતું. ધડાકાભેર થયેલા આ અકસ્માતને કારણે ડ્રાઈવર સ્ટિયરિંગ અને સીટની વચ્ચે ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યો હતો.

ઓવરટેક કરતી વખતે ઘટી દુર્ઘટના
કડોદરા વરેલી ગામ ખાતે રહેતો રામગોપાલ લલ્લા પાલ(30)ટ્રક ડ્રાઈવર છે. બુધવારે મળસ્કે રામગોપાલ બારડોલીથી રેતી ભરી સુરતમાં વેસુ ખાતે જવા માટે નીકળ્યો હતો. મળસ્કે 5 વાગ્યાના અરસામાં તે ઉધના મગદલ્લા રોડ પરથી પસાર થતો હતો. ત્યારે એક ટ્રકને ઓવર ટેક કરતી વખતે જમણી બાજુમાંથી અચાનક કાર પસાર થતા કારને બચાવવા જતા રામગોપાલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. આગળ પસાર થતી ટ્રકને પાછળથી ટક્કર માર્યા બાદ પુરપાટ ઝડપે ડાબી તરફ વળી ગઈ હતી અને બંધ સ્પેરપાર્ટની દુકાનના શટરમાં ધડાકા ભેર ભટકાયા બાદ દુકાનમાં ધુસી ગઈ હતી. ફાયર બ્રિગેડના સાધનોની મદદથી સ્યિટરીંગ અને સીટ વચ્ચે જગ્યા કરી રામગોપાલનો ફસાયેલો પગ બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. રામગોપાલને પગે ફ્રેક્ચર હોવાનું સામે આવતા તેને દાખલ કરાયો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી