ગૌરવ / ઉનાનાં મહિલા તબીબે KBCમાં 25 લાખ રૂપિયા જીત્યા, બચ્ચન સાથેનો એપિસોડ આજે પ્રસારિત થશે

કૃપા દેસાઈ
કૃપા દેસાઈ

  • કૃપા દેસાઈએ મહિલા સમાજ અને ઉના-ગીરસોમનાથ જીલ્લાનું ગૌરવ વધાયું

Divyabhaskar.com

Sep 10, 2019, 11:49 AM IST
રાજકોટ:ઉનાનાં મહિલા તબીબ કૃપા દેસાઈ કોન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર 14 પ્રશ્નોના સાચા જવાબ આપી વિજેતા બન્યા છે. કૃપા મહેતા આજે પ્રસારિત થનાર એપિસોડમાં જોવા મળશે. હાઇસ્કુલનાં શિક્ષક મેહુલભાઇ દેશાઇ, શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન દેશાઇની દિકરી અને દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા ડૉકટર કૃપા દેશાઇ કોન બનેગા કરોડ પતિની સીઝન 10માં સિલેકટ થયા હતાં. કૃપાબેને હોટ સીટ ઉપર મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસી સરળતાથી 14 પ્રશ્નનાં સાચા જવાબ આપ્યાં હતાં અને 25 લાખ રૂપિયા જીતી ગયા હતા. ડો. કૃપા દેસાઇ ઉના શહેરની પ્રથમ ર્સ્પધક બનશે. જે 25 લાખ સુધી પહોંચી છે. તેમણે સમગ્ર મહિલા સમાજ અને ઉના-ગીરસોમનાથ જીલ્લાનું ગૌરવ વધાયું છે.
X
કૃપા દેસાઈકૃપા દેસાઈ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી