મસૂદ મુદ્દો / હાફિઝ સઇદના મુકાબલે UNમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ શા માટે ઐતિહાસિક ગણાશે?

X

  • હાફિઝ સઇદ સામે જમ્મુ-કાશ્મીરમાં નહીં મુંબઇમાં હુમલો કરવાનો આરોપ છે
  • પાકિસ્તાનના આતંકી મસૂદ અઝહરનો આખો ઇતિહાસ જમ્મુ-કાશ્મીરથી જ શરૂ થાય છે

divyabhaskar.com

May 02, 2019, 03:50 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આતંકવાદ વિરૂદ્ધ લડાઇ લડતા ભારતને આજે મોટી જીત મળી છે. એક લાંબી ચર્ચા બાદ સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરી દીધો છે. અત્યાર સુધી ચીન આ મુદ્દે વીટો લગાવતું રહ્યું છે, પરંતુ હવે આતંરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન પોતાના વીટોને હટાવવા તૈયાર થઇ ગયું છે. ડિપ્લોમેટિક રીતે ભારત માટે આ જીત ઐતિહાસિક પણ છે. કારણ કે, આવું પહેલીવાર થઇ રહ્યું છે જ્યારે કોઇ આતંકીને જમ્મુ-કાશ્મીરમાં કોઇ હુમલા માટે જવાબદાર ગણીને ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતના જે દુશ્મનોને ગ્લોબલ આતંકી બનાવવામાં આવ્યા, તેમાં લશ્કર-એ-તૌયબાના ચીફ હાફિઝ સઇદ સામેલ છે. હાફિઝ સામે જમ્મુ-કાશ્મીરમાં નહીં મુંબઇમાં હુમલો કરવાનો આરોપ છે. પરંતુ મસૂદ અઝહરનો કેસ આનાથી અલગ છે. 

ભારતે હંમેશા કાશ્મીર મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપનો ઇન્કાર કર્યો

1. કાશ્મીર અને મસૂદ અઝહર

પાકિસ્તાનના આતંકી મસૂદ અઝહરનો આખો ઇતિહાસ જમ્મુ-કાશ્મીરથી જ શરૂ થાય છે, પછી તે કંધાર કાંડ હોય કે પછી પુલવામામાં થયેલો મોટો આતંકી હુમલો. હકીકતમાં 90ના દાયકાથી જ મસૂદ અઝહર જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ રહ્યો છે. 1994માં તેની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કંધાર કાંડ બાદ ભારત સરકારે તેને મુક્ત કરવો પડ્યો. ત્યારબાદથી જ તે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો. ભારતની જેલમાંથી મુક્ત થયા બાદ મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામનું આતંકી સંગઠન તૈયાર કર્યુ, જેણે ભારતમાં અનેક આતંકી ઘટનાઓને અંજામ આપ્યો. 

2. ભારતમાં ક્યા હુમલા પાછળ જૈશનો હાથ?
  • 2001માં સંસદ પર હુમલો 
  • 2016માં પઠાણકોટ હુમલો 
  • 2019માં પુલવામા આતંકી હુમલો 

આ એવા આતંકી હુમલાઓ છે, જેનું ધ્યાન આખા વિશ્વ તરફ ગયું. આ ઉપરાંત પણ કાશ્મીરમાં દરરોજ નાના-મોટાં આતંકી હુમલાઓ અથવા સૈન્ય સાથે અથડામણ થાય છે, તેની પાછળ પણ મોટાંભાગે જૈશના આતંકીઓ જ સામેલ હોય છે. 
 

4. કાશ્મીર ફેક્ટર કેમ મહત્વનું?

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરમાં હિંસાના કારણે ગ્લોબલ આતંકી જાહેર થવું એક મોટી ઘટના છે. કારણ આ ક્ષેત્રને આખું વિવાદિત ગણે છે અને દરેક વખતે એવો સંદેશ જાય છે કે, આ વિવાદનો પહેલાં બંને દેશોએ વાતચીત કરીને ઉકેલ લાવવો જોઇએ. 

એટલું જ નહીં, પાકિસ્તાન ભલે આખા વિશ્વની મદદ માગતું હોય, પરંતુ ભારત હંમેશાથી કાશ્મીર મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપનું વિરોધી રહ્યું છે. ભારતે દરેક વખતે નિવેદન આપ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની જમીનનો જ ઉપયોગ થઇ રહ્યો છે. પાકિસ્તાન સતત એ રાગ આલાપતું રહ્યું કે, પુલવામા હુમલામાંથી જૈશનું નામ હટશે તો જ મસૂદને ગ્લોબ આતંકી જાહેર કરવા માટે સપોર્ટ કરશે.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી