કચ્છ / યુકેની ગ્લાસગો યુનિ.ની ટીમે મંગળ ગ્રહ જેવી જમીન ધરાવતા માતાના મઢની મુલાકાત લીધી

UK Glass Go University team visits Mata no madh to examin land and stone

દિવ્ય ભાસ્કર

Mar 13, 2020, 10:28 PM IST
દયાપરઃ મંગળના ગ્રહ જેવીજ સપાટી તેમજ તેના પર મલતા જેરોસાઈટ નામના ખનીજ જેવું જ ખનીજ સરહદી કચ્છના લખપત તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ નજીક મળી આવ્યું હોવાના આવેલા અહેવાલો બાદ હવે દેશ-વિદેશમાંથી વૈજ્ઞાનિકો તેમજ ભુસ્તરશાસ્ત્રીઓ માતાના મઢની મુલાકાતે આવી રહ્યાં છે. ગુરુવારે યુકેના સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીની એક ટીમે આ વિસ્તારની એક દિવસીય લીધેલી મુલાકાતમાં તેમણે અલગ-અલગ વિસ્તારમાં ફરીને અહીની જમીન તેમજ તેની માટી અને પથ્થરોનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
તેમણે મુલાકાત દરમિયાન ટીમના સભ્યો ઝેનિયા લેમ્બર્ગ, જ્હોન કાર્ટર, પ્રોફેસર ડેરેન માર્ક, પ્રોફેસર ડેન બફોર્ડ સાથે પુણેથી આવેલા ભારતીય સભ્ય રસીક મહાજને આ વિસ્તારની જમીન નિહાળવાની સાથે રંગ ધરાવતી જમીનના પેટાળમાં જૂદા-જૂદા રંગ ધરાવતા પથ્થરો, માટીના સેમ્પલો પણ સાથે લીધા હતા અને આ માટી તેમજ પથ્થરોનું પૃથ્થકરણ તેમજ અભ્યાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
X
UK Glass Go University team visits Mata no madh to examin land and stone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી