ટ્રેલર / ‘ઉજડા ચમન’ આયુષ્માન ખુરાનાની ‘બાલા’ કરતાં પહેલાં રિલીઝ થશે, બંને ફિલ્મના સબ્જેક્ટ એક સમાન

Ujda Chaman trailer: Ayushmann Khurrana's Bala and Sunny Singh's film about balding man

Divyabhaskar.com

Oct 01, 2019, 04:53 PM IST

મુંબઈઃ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ થોડાં સમય પહેલાં ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં યુવક ઉંમર કરતાં પહેલાં ટાલિયો થઈ જાય છે. હવે, આ જ કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ ‘ઉજડા ચમન’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ‘પ્યાર કા પંચનામા’ ફૅમ સન્ની સિંહ લીડ રોલમાં છે. ફિલ્મમાં 30 વર્ષીય યુવકના સમય કરતાં પહેલાં વાળ જતા રહે છે. આ ફિલ્મનું ટ્રેલર કમાલનું છે.

શું છે ટ્રેલરમાં?
સન્ની સિંહ લીડ રોલમાં છે અને તેણે ચમન કોહલીનું પાત્ર ભજવ્યું છે. ચમન કોહલી હિંદીનો લેક્ચરર હોય છે. ઉંમર કરતાં પહેલાં તેના વાળ જતા રહ્યાં હોવાથી તેના સાથી કમર્ચારી, બોસ, ફ્રેન્ડ્સ તથા પરિવાર તેની મજાક ઉડાવે છે. ચમન કોહલીને છોકરીઓ પણ લગ્ન માટે રિજેક્ટ કરી નાખે છે. પરિવારના ગુરુજી ચમનને કહે છે કે જો તે 30 વર્ષની ઉંમર સુધીમાં લગ્ન નહીં કરે લે તો તેના આજીવન લગ્ન થશે નહીં. આ ફિલ્મને અભિષેક પાઠકે ડિરેક્ટ કરી છે, ફિલ્મને કુમાર મંગત પાઠકે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં સન્ની સિંહ ઉપરાંત અપ્સરા બત્રા, સૌરભ શુક્લા, ગૃષા કપૂર, ગગન અરોરા, ઐશ્વર્યા સખુજા જેવા કલાકારો છે. આ ફિલ્મની ટેગલાઈન આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ની મજાક ઉડાવતી હોય તે રીતની છે. ફિલ્મની ટેગ લાઈન ‘ટકલે કી પહેલી ઔર અસલી ફિલ્મ’ આવી છે.

‘બાલા’ને મળતી આવે છે
‘ઉજડા ચમન’ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’ને મળતી આવે છે. આયુષ્માન ખુરાનાને ઍલોપીસિયા (માથાના વાળ જલ્દી જતા રહેવા) નામની બીમારી હોય છે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટીઝરમાં આયુષ્માન ખુરાના બાઈક પર બેસીને 1992મા આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘દિવાના’નું ગીત ‘કોઈ ના કોઈ ચાહિયે...’ ગાતો હોય છે અને અચાનક જ પવનને કારણે તેની ટોપી ઉડી જાય છે અને ખ્યાલ આવે છે કે તે ટકલો છે. આ દરમિયાન આયુષ્માન ખુરાના અચાનક જ રાજેશ ખન્નાની ફિલ્મ ‘કટી પતંગ’નું ગીત ‘યે જો મહોબ્બતે...’ ગાવા લાગે છે. આ ફિલ્મને ડિરેક્ટર અમર કૌશિકે ડિરેક્ટ કરી છે અને ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર, યામી ગૌતમ, સૌરભ શુક્લા, સીમા પાહવા, મનોજ પાહવા તથા જાવેદ જાફરી છે. આ ફિલ્મ 22 નવેમ્બર, 2019ના રોજ રિલીઝ થવાની છે.

X
Ujda Chaman trailer: Ayushmann Khurrana's Bala and Sunny Singh's film about balding man
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી