UGVCLનો નિર્ણય,મેસેજ અથવા વોટ્સએપથી વીજબીલ મોકલાવાશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • રીડર ગ્રાહકોના ઘરે વીજ વપરાશ નોંધવા નહીં આવે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:53 PM IST
મહેસાણા: ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં પરિવારની સલામતી માટે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવેલ છે ત્યારે સબડિવિઝન ડિવિઝન અને વર્તુળ કચેરીનો સંપર્ક મોબાઈલ દ્વારા કરી શકો છો. ઈમરજન્સી સિવાયની બીજી કામગીરી માટે અત્યારના સમયમાં ઓફિસે સંપર્ક કરવાની જરૂર નથી, તેથી કોઈએ પણ આવન જાવન કરવું નહીં પરંતુ આપની ઈમરજન્સી સેવા માટે અમારો સંપર્ક મોબાઈલ ઉપર ચોક્કસથી કરી શકો છો. 
ઓનલાઇન ,  ચેક થી અથવા ડ્રાફ્ટ થી પણ બિલની રકમ ભરી શકાશે  
તદઉપરાંત આપના વીજ જોડાણના મીટરનું રીડિંગ કરવા માટે  મીટર રીડર આપના ત્યાં નહીં આવે પરંતુ આપના સરેરાશ વીજ વપરાશ પ્રમાણે આપને વીજ બિલ મેસેજથી કે વોટ્સએપ થી અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અને સરેરાશ વપરાશ પ્રમાણે બનેલા વીજ બિલની રકમ ગામની દરેક પંચાયત અને ડેરી ઉપર પણ લીસ્ટ લગાવવામાં આવશે અને તમારે તમારી અનુકૂળતાએ ઓનલાઇન મોબાઈલ દ્વારા બેંકમાં ચેક થી અથવા ડ્રાફ્ટ થી પણ બિલની રકમ ભરી શકો છો તથા સબ ડિવિઝન કચેરીએ કેશ બારી ઉપર પણ ભરી શકો છો આપના બિલની રકમમાં સરેરાશ વપરાશ પ્રમાણે કોઈપણ જાતની વધઘટ હશે તો તેના પછીના બિલમાં મજરે આપવામાં આવશે તેમ યુજીવીસીએલએ જણાવ્યુ હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી