શ્રીનિવાસ રામાનુજન : આંકડાઓના સાચા મિત્ર

મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો આજે ૨૨મી ડિસેમ્બરે જન્મદિવસ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 22, 2010, 12:35 AM
true friend of mathematic
મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો આજે ૨૨મી ડિસેમ્બરે જન્મદિવસ ભારતની યશગાથામાં વધારો કરનાર મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના જીવનની આછી ઝાંખી અત્રે પ્રસ્તુત છે. ગણિતના જુદા-જુદા પરિણામોમાં મહત્વનું યોગદાન આપનારા રામાનુજન સાચા અર્થમાં આંકડાના મિત્ર હતા. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨મી ડિસેમ્બરે ચેન્નાઈ જિલ્લાના એરોડ ગામના બ્રાહ્નણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર કુમભકોણમ ગામમાં કાપડની દુકાનમાં ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા. બાળપણના દિવસોમાં પ્રાથમિક કક્ષાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે રામાનુજનને હાઈસ્કૂલના આગળના અભ્યાસ માટે અડધી ફી માફ કરવામાં આવી હતી. રામાનુજન બાળપણથી જ આંકડાઓના મિત્ર હતા અને આંકડાઓ તેઓના મિત્રો હતા. તેઓ શાળા કક્ષાએ જ શિક્ષકો વિચારમાં પડે તેવા પ્રશ્નો પૂછતા તથા અન્ય મિત્રોને વિવિધ ઉખાણાંથી પ્રભાવિત કરતા હતા. રામાનુજને માત્ર તેર વર્ષની નાની ઉંમરે કોલેજ કક્ષાના ગણિતના પુસ્તક Loney’s Trigonometry ઉપર પ્રભુત્વ મેળવી લીધુ હતું અને સોળ વર્ષની ઉંમરે મેટ્રિક પાસ થયા હતા. સારી સફળતા પછી, જ્યારે ગર્વમેન્ટ કોલેજ, કુમભકોણમમાં સ્કોલરશીપ સાથે પ્રવેશ મેળવ્યો હતો પરંતુ પ્રથમ પરિક્ષામાં નાપાસ થયા આથી સ્કોલરશીપ બંધ થઈ ગઈ અને કોલેજ છોડી દેવી પડી. ત્યારબાદ તેઓએ અભ્યાસ પડતો મૂક્યો નહીં પરંતુ બીજી કોલેજમાં દાખલ થયા હતા. પણ વિષયો તો એના એ જ હતા. કારણ કે અકારણ ગણિત સિવાય અન્ય વિષયો હોવાથી ફરી વાર નાપાસ થયા. આમ તેઓ ગણિત વિષયમાં જ રચ્યા પચ્યા જ રહેતા હતા. સમય જતાં ૧૯૦૯માં લગ્ન બાદ નોકરીની શોધમાં દિવાન આર. રામચંદ્ર રાય સાથે મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતમાં જ પ્રતિભા સંપન્ન લાગતાં બીજી મુલાકાત માટે સમય મળ્યો હતો. બીજી મુલાકાતમાં ગણિત વિષયમાં રસપ્રદ ચર્ચા થઈ અને તે વખતે શ્રીનિવાસ રામાનુજનને રસપ્રદ બાબતો ગણિતમાં બતાવી હતી. માટે આ પ્રતિભાશાળી વ્યક્તિને તેઓએ ચોક્કસ સ્કોલરશીપ આપવાનું નક્કી કર્યું હતું. સમય જતાં રામાનુજનને આ રીતે સ્કોલરશીપ લેવાનું યોગ્ય ન લાગ્યું. રામાનુજનના કાર્યના આધારે ચેન્નાઈ પોર્ટ ટ્રસ્ટમાં કારકુનની નોકરી ત્રીસ રૂપિયા પ્રતિ માસની મળી. આ સમયે રામાનુજને Journal of the India Mathematical Societyમાં સંશોધન પેપરો મોકલ્યા તેમાંથી મહત્તમ આર્ટીકલ ‘Properies of Bernoull’s numbers.’ ૧૯૧૧ના જનરલમાં પ્રકાશિત થયા. તે વખતે તેઓ માત્ર ત્રેવીસ વર્ષના હતા. ઉપરાંત રામાનુજનના સંશોધનમાં અતિવિભાજ્ય સંખ્યાઓમાં અતિ મહત્વનું પ્રદાન છે. ઉપવલયી સંકલનનાં વ્યાખ્યાન સમયે પ્રો. આર્થર બેરીની હાજરીમાં વર્ગખંડના બોર્ડ ઉપર સાબિતીની રીતો તથા અન્ય સાબિત કરવાના પરિણામો લખીને પ્રો. આર્થર બેરીને ચકિત કર્યા હતા. જાદુઈ ચોરસ તથા જાદુઈ લંબચોરસ, વગેરે નાનામોટા પરિણામો સંશોધન કરી પ્રસ્થાપિત કર્યા હતા.

X
true friend of mathematic
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App